Big StoryGovernmentGovtNEWSUrban Development

GIFT સિટી સાથે કરાર: ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ વોલ્લોંગોંગ ભારતમાં પ્રથમ શૈક્ષણિક યુનિવર્સિટી બનાવશે

Agreement with GIFT City: Australia's University of Wollongong to create India's first academic university

આ પહેલ ગુજરાતના ગિફ્ટ સિટીમાં UOWનું આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ, સંશોધન અને ઉદ્યોગ સાથે જોડાણની સુવિધા આપશે. યુનિવર્સિટી ઓફ વોલ્લોંગોંગ(UOW)અને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) વચ્ચે એક જોડાણ કરવામાં આવ્યું છે. આ કરાર હેઠળ સ્વતંત્ર ધોરણે ગિફ્ટ સિટીમાં શિક્ષણ, સંશોધન અને ઔદ્યોગિક જોડાણ માટે લોકેશન સ્થાપિત કરવા લેટર ઓફ ઇન્ટેન્ટ (એલઓઆઇ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં એન્ટરપ્રાઇઝ, ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડના ન્યૂ સાઉથ વેલ્સ ગવર્મેન્ટના મંત્રી સ્ટુઅર્ટ આયરેસ એમપી, UOWના બિઝનેસ અને લૉ પ્રોફેસરના ફેકલ્ડીના એક્ઝિક્યુટિવ ડીન કોલિન પિકર તથા UOW ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર અને મહાન ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટ એએમ ઉપસ્થિત રહ્યાં હતાં. 

UOW 3D બાયોપ્રિન્ટિંગ, પરિવહન, અદ્યતનમેડિસિન સોલ્યુશન્સના ક્ષેત્રોમાં વ્યૂહાત્મક સંશોધનાત્મક જોડાણો દ્વારા ભારત સાથે મજબૂત સંબંધો ધરાવે છે તથા સ્કોલરશિપ્સ મારફતે ભારતીય પ્રતિભાને પ્રોત્સાહન આપે છે તેમજ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે લાંબા સમયથી લોકપ્રિય છે. 

શરૂઆતમાં યુનિવર્સિટીએ સપ્ટેમ્બર, 2023ના પ્રારંભમાં શરૂઆત કરવાની યોજના બનાવી, ત્યારે તેનો ઉદ્દેશ ફાઇનાન્સ, બિઝનેસ અને STEM અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. 

UOWએ વર્ષ 2023માં UOWના ઓસ્ટ્રેલિયન કેમ્પ્સમાંથી એકમાં એક પ્રોગ્રામમાં સામેલ થવા ઇચ્છતા બે ભારતીય વિદ્યાર્થીઓને 30,000-30,000 ઓસ્ટ્રેલિયન ડોલરની નવી વાઇસ-ચાન્સેલરશિપ સ્કોલરશિપની જાહેરાત પણ કરી હતી. અરજીપ્રક્રિયા મે, 2023થી શરૂ થશે.

આ હસ્તાક્ષર સમારંભમાં પ્રોફેસર પિકરે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી સંશોધન અને વ્યૂહાત્મક જોડાણો દ્વારા ભારત સાથે ગાઢ સંબંધ ધરાવે છે તથા ગુજરાતમાં શૈક્ષણિક સ્થાન ધરાવવાથી બંને દેશો વચ્ચેના સંબંધો વધારે ગાઢ બનશે તથા NSW અને ગુજરાત વચ્ચે સિસ્ટર-સ્ટેટ સંબંધો પણ મજબૂત થશે.

પ્રોફેસર પિકરે કહ્યું હતું કે, “અમને ભારતમાં શૈક્ષણિક સ્થાન ધરાવવાના માર્ગે અગ્રેસર થનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી હોવાની ખુશી છે. અમે સંયુક્ત આરબ અમીરાત, હોંગકોંગ અને મલેશિયા સહિત દુનિયાભરના અંદાજે 7,000 વિદ્યાર્થીઓને અમારા વિવિધ કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ આપીએ છીએ. દુબઈમાં UOWએ 2018માં સિલ્વર જ્યુબિલી બાદ જાન્યુઆરી, 2022માં દુબઈના નોલેજ પાર્કમાં એક નવા  200,000 ચોરસ-ફૂટ ‘ભવિષ્યના કેમ્પસ’ની શરૂઆત કરી હતી. 

“ભારત દુનિયામાં યુવાનોની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ પૈકીનો એક છે, જેની કુલ વસ્તીનો 50 ટકાથી વધારે હિસ્સો 25 વર્ષથી ઓછી વય ધરાવે છે. આ UOW જેવી સંસ્થા માટે ભારતમાં યુવાનોને કૌશલ્યો વિકસાવવા અને પ્રોત્સાહન આપવાની ઘણી તકો આપે છે.

“અમે મે, 2023માં ભારતમાં ગિફ્ટ સિટીમાં અમારી કામગીરી શરૂ કરવા અતિ આતુર છીએ.”

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.

Show More

Related Articles

Back to top button
Close