Civil EngineeringCivil TechnologyConstructionGovernmentGovtInfrastructureNEWSUrban Development

નવી મુંબઈ એરપોર્ટ નજીક રિયાલ્ટી પ્રોજેક્ટ માટે ઊંચાઈ નિયમ દૂર થશે

The height rule for a realty project near Navi Mumbai Airport will be removed

મહારાષ્ટ્ર સરકારના શહેર વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ વિભાગ અને એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ) દ્વારા આગામી મહિનાની બેઠકમાં નવી મુંબઈ એરપોર્ટનો વિકાસ ધ્યાનમાં રાખીને હાલમાં લાગુ સમુદ્રસપાટીથી 55.1 મીટર ઊંચાઈનાં નિયંત્રણોનો પુનઃવિચાર કરવામાં આવશે. ક્રેડાઈ- એમસીએચઆઈએ નવી મુંબઈ વિસ્તારમાં સેંકડો રિયાલ્ટી પ્રોજેક્ટ્સ પર આ ઊંચાઈનાં નિયંત્રણોની અસર સંબંધમાં સર્વ નિયામક યંત્રણા પાસે મુદ્દો ઉઠાવ્યો હતો.

રિયાલ્ટી પ્રોજેક્ટ્સને જારી કરવામાં આવતા એનઓસીની નવેસરથી વૈધતા આપવા વિશે ચર્ચા પણ કરાઈ હતી. આ જ રીતે ક્રેડાઈ- એમસીએચઆઈ પ્રાધિકરણ પાસેથી વધુ ઊંચાઈ ધરાવતા પ્રોજેક્ટ્સની અપીલ માટે વિમાન ઉડ્ડયન સંબંધી (એરોનોટિકલ) અધ્યયન કરવા પરવાનગી માગી રહી છે અને તે પારસિક હિલના વિસ્તારમાં પ્રોજેક્ટ્સ માટે શિલ્ડિંગ અધ્યયન પણ કરવા માગે છે.

સિડકોના ઉપાધ્યક્ષ અને એમડી સંજય મુખરજીએ જણાવ્યું કે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથે અમે સંયુક્ત રીતે વિકલ્પ સૂચવ્યા છે અને નાગરી ઉડ્ડયન મંત્રાલયના સચિવની અધ્યક્ષતા હેઠળ આ માસિક બેઠકમાં આ મુદ્દા ફરી એક વાર ચર્ચામાં લેવાશે. હવે એક વાર સીસીઝેડએમની નવેસરથી વ્યાખ્યા કરવાનું કામ અને અવરોધોને લીધે અધ્યયન લગભગ પૂરું થયા પછી અમને આશા છે કે તેની પર ટૂંક સમયમાં જ ઉપાય નીકળશે.

મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માંના ડેવલપરોનું પ્રતિનિધિત્વ કરતી ક્રેડાઈ- એમસીએચઆઈ (રાયગડ)ના સ્થાપક અને અધ્યક્ષ રાજેશ પ્રજાપતિએ જણાવ્યું કે ઈમારતની ઊંચાઈ 55.1 મીટર જેટીલ મર્યાદિત હોવી અને બે વર્ષ કોઈ પણ ઉપાય ન કરવો તે અયોગ્ય છે અને તેથી ડેવલપરો માટે આ પ્રોજેક્ટ્સ અવ્યવહારુ બની જાય છે. ઈમારતની ઊંચાઈ વધારવા સંબંધમાં અમને પ્રાધિકરણની સહાયની જરૂર છે, જેથી પુનઃવિકાસ યોજના સાથે બધા અટવાયેલા પ્રોજેક્ટ સમયસર પૂરા કરી શકાશે.

વધુ એફએસઆઈ માટે અનુદાન : વધુ એફએસઆઈ (ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ) માટે અનુદાન હોવા છતાં નવી મુંબઈના ઐરોલીથી પનવેલ મુખ્ય ભાગમાં અગાઉ થઈ ગયેલા પ્રોજેક્ટ્સ પર આ અનિશ્ચિતતાની સ્થિતિને લીધે મોટી અસર થઈ છે. વિમાનોની સુલભ અવરજવર માટે આગામી એરપોર્ટ પાસે કલર- કોડિંગ ઝોનિંગ મેપમાં (સીસીઝેડએમ)નાં હાલ પ્રસ્તાવિત ઊંચાઈનાં નિયંત્રણો અનુસાર 12-13 માળથી વધુ (55.1 મીટર) પ્રોજેક્ટ્સ માન્ય કરાતા નથી.

અગાઉના નિયમ અનુસાર પ્રોજેક્ટ્સનું બાંધકાન કરીને થયેલા વિકાસ પર હાલમાં અનિશ્ચિતતાની તલવાર લટકી રહી છે, કારણ કે બંધાઈ ગયેલા આ ઊંચાઈથી વધુ માળ અનધિકૃત ઠરશે. હાલમાં નિયમોમાં આગામી ફેરફાર સંબંધમાં સ્પષ્ટતાનો અભાવ હોવાથી ઓસી અને ઊંચાઈની માન્યતાના પ્રમાણપત્ર માટે અધિકૃત યંત્રણા સિડકો અને એએઈને તેની માન્યતા આપવાનું અશક્ય નીવડી શકે છે.

આગામી બેઠકમાં નિર્ણય : સિડકો, નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટી અને નાગરી ઉડ્ડયન મંત્રાલયમાં આગામી થોડા અઠવાડિયામાં થતી સંયુક્ત બેઠકને લીધે આ અટવાઈ ગયેલી સ્થિતિ પર ઉપાય નીકળી શકે છે અને ડેવલપર અને ઘરોના સંભવિત ગ્રાહકોને પણ મદદ થઈ શકે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close