NEWS

ચાર વર્ષ પૂર્ણ કરનાર અગ્નિવીર માટે BAI સંલગ્ન સંસ્થાઓમાં તક

Opportunity in BAI affiliated institutes for Agniveer who has completed four years

BAIના 200થી વધુ કેન્દ્રો અને તેમની સંસ્થાઓમાં કામની ખાસ તક ઉપલબ્ધ કરાશે: પ્રમુખ નિમેષ પટેલ

સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી ઘણી યોજના અને હવે સરકારે જાહેર કરેલી અગ્નિપથ યોજના કે જે યુવા ભારતીયોને ડિફેન્સ સેક્ટરમાં જવા તકો પૂરી પાડે છે, તે હાલના સમયની માગ મુજબની છે. આ યોજનાઓ થકી વિકસતા નવા ભારત માટે યોગ્ય માનવબળ પૂરું પાડી શકાશે.

આ સંદર્ભમાં આઠ દાયકાથી કાર્યરત બિલ્ડર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા(BAI), કે જે સિવિલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન કંપનીઓનું પ્રતિનિધિત્ત્વ કરતું દેશનું સર્વોચ્ચ સંગઠન છે, તેના પ્રતિનિધિઓએ સરકારની આ પહેલને આવકારી છે. સંસ્થાના નવા ચૂંટાયેલા પ્રમુખ નિમેષ પટેલે ચાર વર્ષ સેવાના પૂર્ણ કરનાર અગ્નિવીર કે જેઓ કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં આવવા માગતા હોય તેમના માટે BAIના 200થી વધુ કેન્દ્રો કે પછી તેમની સંસ્થા સાથે સંલગ્ન એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર્સ, બિલ્ડર્સ કે રિયલ્ટી એસ્ટેટ કંપનીમાં કામની ખાસ તક ઉપલબ્ધ કરવાની જાહેરાત કરી છે. BAIના પ્રમુખ નિમેષ પટેલના આ નિર્ણયથી ઘણા અગ્નિવીર કે જેઓ તેમના પ્રોફેશનલ કરિયરને વધુ આગળ ધપાવવા માગવા ઇચ્છુક હોય તેમની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવામાં મદદ મળી શકાશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- નવગુજરાત સમય.

Show More

Related Articles

Back to top button
Close