વિંઝોલમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનું 36 કરોડનું 1.10 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં તૈયાર થતું એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ
Administrative building of Govind Guru University in Winzol covering an area of 1.10 lakh square feet of 36 crore

ગુજરાતના તત્કાલિન મુખ્ય મંત્રી આનંદીબેન પટેલ દ્વારા 2015માં ગોધરામાં પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, વડોદરા અને વડોદરા ગ્રામ્યની મળીને કુલ 125 ઉપરાંત કોલેજોને ગુજરાત યુનિ.માંથી અલગ કરી શ્રી ગોવિંદ ગુરુ યુનિ.ની સ્થાપના કરી હતી. અને ગોધરની પોલીટેકનીક કોલેજમાં યુનિ. શરૂ કરવામાં આવી હતી.
ત્યાર બાદ જિલ્લાઓની અન્ય કોલેજો પણ જોડાતી ગઇ અને હાલ 225 જેટલી કોલેજોએ 1.50 લાખ વિદ્યાર્થીઓ સાથે શ્રી ગોવિંદ ગુરુ યુનિ. સાથે જોડાણ કર્યુ છે. યુનિ.માં પાંચ ફેકલ્ટીના 15 વિષયોનો અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. યુનિ.ના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યુ હતુ કે યુનિ.એ પોતાના બિલ્ડીંગ માટે સરકાર પાસે જમીનની માંગણી કરી હતી.
સરકારે 2019માં યુનિ.ને ગોધરા નજીક વિંઝોલ ગામ પાસે 142 એકર જેટલી જમીન 2019માં સંપાદન કરવામાં આવી હતી. રૂ.146 કરોડ યુનિ.ના બાંધકામ માટે ફાળવ્યા હતા. 2021માં ટેન્ડરિંગ કરી બાંધકામની શરૂઆત કરવામાં આવી અને 2022માં ગુજરાતની સૌથી મોટી 1.10 લાખ ચો.ફુટની રૂ.36 કરોડના ખર્ચે એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ સાથે રૂ.8 કરોડની 5.5 કિમી લાંબી. કંમ્પાઉન્ડ વોલનું બાંધકામ કરવામાં આવ્યુ છે. હાલ ફર્નીચર સાથે કામગીરી પુર્ણતાને આરે છે. આગામી જુલાઇ માસમાં યુનિ.ના નવા બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવશે
કેમ્પસમાં આગામી સમયમાં નિર્માણ થશે
- 4 ભવનો ~70 કરોડ
- 3 સ્પોર્ટસ ગ્રાઉન્ડ ~18 કરોડ
- કેન્ટીન ~1.50 કરોડ
- સેન્ટ્રલ ઓફ એક્સલન્સ રૂ.10 કરોડના ખર્ચે નિર્માણ પામશે.
10 હજાર વૃક્ષો રોપાશે
શ્રી ગોવિંદ ગુરૂ યુનિ. ગ્રીન ગુનિ બનાવવા માટે કેમ્પમાં 10 હજારથી વધુ વૃક્ષો રોપાશે, 1 કુદરતી અને 2 કૃત્રીમ તળાવો તૈયાર કરાયા છે. સોલાર સીસ્ટમ ફીટ કરાશે અને ગ્રીન યુનિવર્સીટી બનાવાશે
50 રૂમો સાથેનું એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ
વિંઝોલ ખાતે શ્રી ગોવિંદ ગુરૂ યુનિ.ના એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગમાં 50 રૂમો તૈયાર કરવામાં આવ્યા છે. જેમા કુલપતિની ઓફીસ, રજીસ્ટારની ઓફીસ, પ્રો.ચાન્સલરની ઓફીસ, 5 ફેકલ્ટી ઓફિસ, સિન્ડિકેટ રૂમ, પરિક્ષા રૂમ, કોમ્પ્યુટર રૂમ, એકડેમિક રૂમ, 2 કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયલ હોલ 300 લોકોની ક્ષમતા વાળો, ગેસ્ટ રૂમ સહિતના રૂમો તૈયાર કરવામાં આવ્યા છે.
વડાપ્રધાને યુનિ.ની પ્રસંશા કરી હતી
વડાપ્રધાન નરેન્દ્વ મોદીએ પાવાગઢ મંદિરે ધ્વજા રોહણ તથા વડોદરા ખાતે વિકાસના કામોના લોકાર્પણ કર્યા તે સમયે સભાસંબોધનમાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિ.એ દેશમાં આકર્ષણ જમાવ્યુ છે. તેમ કહીને યુનિ.ની પ્રસંસા કરી હતી.
એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગની વિશેષતા
એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગમાં BMS (બિલ્ડીંગ મેનેજમેન્ટ સીસ્ટમ), ગ્રીન બિલ્ડિંગ, સેન્ટ્રલ એસી, વોટર અફિસિયન્સ, હોટર હાર્ડવેસ્ટિંગ, ડે લાઇટીંગ તેમજ સીસીટીવીથી સજ્જ, ધાબા પર ચાઇના મોઝેક ફીટ કરાઇ છે.
નવા સ્ટાફની ભરતી કરવામાં આવશે
શ્રી ગોવિંદ ગુરૂ યુનિ. નવા ભવનમા઼ કાર્યરત થશે ત્યારે વધુ સ્ટાફની જરૂર ઉભી થશે જેને કારણે યુનિ. દ્વારા નવા સ્ટાફની ભરતી કરવામાં આવશે જેમા 10 નોન ટીચીંગ સ્ટાફ, 5 પ્રોફેસર, 10 એસોસીએટ પ્રોફેસર તથા 20 આસિ.પ્રોફેસર મળી કુલ 45 નવા સ્ટાફની ભરતી કરવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
8 Comments