કતારગામમાં 54 કરોડના ખર્ચે બનશે ઓડિટોરિયમ
An auditorium will be built in Katargam at a cost of Rs 54 crore

5 વર્ષમાં મોંઘવારી વધી હોવાની અસરથી હવે પાલિકાના વિકાસ પ્રોજેક્ટ પણ બાકાત રહ્યાં નથી. કતારગામ વિસ્તારમાં ઓડીટોરીયમ બનાવવા વર્ષ 2017માં સૈદ્ધાંતિક મંજુરી મળ્યા બાદ તેના ગ્રોસ અંદાજને પણ મંજુરી અપાઇ હતી. 5 વર્ષ પહેલાં આ નિર્માણ 19 કરોડ રૂપિયામાં કરવા એજન્સી પણ નીમી લીધી હોવા છતાં કોઇ કારણે પ્રોજેક્ટ પડતું મુકાયું હતું.
આ ભુલ પાલિકાને હવે 36 કરોડ રૂપિયા મોંઘી પડી હોવાનું સામે આવ્યું છે. શુક્રવારે પાલિકાની જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં કતારગામમાં ઓડીટોરીયમ નિર્માણ માટે વધુ એક વખત અંદાજ મંજુર કરાયો છે. જોકે આ વખતે મોંઘવારીની સાથે પ્રોજેક્ટ કોસ્ટ 19 કરોડથી વધી 54 કરોડ રૂપિયા થઇ ગઇ છે. બેઠક વ્યવસ્થામાં એ જ છે માત્ર પાર્કિંગમાં 31 ટકા વધારો કરાયો છે.
સ્થાનીક પદાધિકારીઓએ વર્ષ 2017માં જ કતારગામ ખાતે ઓડીટોરીયમ બનાવવાનું નક્કી કર્યું હતું. ફાયનલ પ્લોટ નં-130 વાળી જમીન પણ નક્કી હોવાથી ઓડીટોરીયમ નિર્માણને મંજુરી પણ મળી હતી. 884 બેઠક વ્યવસ્થા સાથેના ઓડીટોરીય નિર્માણ માટે થનાર ખર્ચને તા. 31-07-2017ના રોજ એસઓઆર મુજબ મંજુરી મળી હતી. 5 વર્ષ પહેલાં આ જ પ્રોજેક્ટ સેમ બેઠક ક્ષમતા સાથે કુલ 19.58 કરોડ રૂપિયામાં નિર્માણ થવાનું હતું. જે અંગે કન્સલ્ટન્સી પણ નીમી લેવાઇ હોવા છતાં કોઇને કોઇ કારણોસર આ પ્રોજેક્ટ ડિલે થયું હતું.
નવા ઓડિટોરિયમમાં આ સુવિધાઓ હશે
જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં વધુ એક વખત ખર્ચનો ગ્રોસ અંદાજ મંજુર કરાયો હતો. વિસ્તારની ટ્રાફિક તેમજ પાર્કિંગ સમસ્યાને ધ્યાનમાં રાખી ડબલ બેઝમેન્ટ સાથેના ઓડીટોરીયમમાં ઇલેક્ટ્રીકલ ઇન્સ્ટ્રુમેન્ટ, સેન્ટ્રલ એસી સિસ્ટમ, ફાયર ફાઇટીંગ સુવિધા તથા લેન્ડસ્કેપીંગ, ઇન્ટિરીયર અને ઓડીયો-વિડીયો સિસ્ટમની વ્યવસ્થા પણ ઊભી કરાશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
18 Comments