ConstructionInfrastructureNEWSUrban Development

નારણપુરામાં મીટિંગ: રિડેવલપમેન્ટમાં જતી જૂની સોસાયટીના સભ્યોને 40% વધુ એરિયા આપવા માંગ

Meeting in Naranpura: Demand for 40% more area for members of old society going for redevelopment

નારણપુરા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદાજે 80 સોસાયટીના 400થી વધુ સભ્યો હાજર રહ્યા હતા. રવિવારે યોજાયેલી મીટિંગમાં સભ્યોએ રિડેવલપમેન્ટની પ્રક્રિયામાં ડેવલપર્સ તરફથી ફર્નિચરની રકમ આપવા, 40 ટકાથી વધુ એરિયા આપવા સહિત બોર્ડની પોલિસીમાં ફેરફાર કરવાની માગ ન સ્વીકારાય તો આંદોલન કરવાનો નિર્ણય લેવાયો છે. હોદ્દેદારોએ કહ્યું, સરકાર તેમજ બોર્ડના અધિકારીઓ સાથે ચર્ચા માટે ફેડરેશનની રચના કરાશે.

બોર્ડની સોસાયટીના મુખ્ય હોદ્દેદારો અને સભ્યો વચ્ચે થયેલી ચર્ચા બાદ કેટલાક મહત્ત્વના નિર્ણય લેવાયા હતાં. હોદ્દેદારોએ કહ્યું કે, ડેવલપર્સ જૂના ફલેટ તોડી નાંખે તો ફર્નિચર માટે ડેવલપર્સ તરફથી કેટલીક રકમ આપવામાં આવે. નવા કુલ ફલેટોમાંથી સૌથી વધુ ફલેટો ડેવલપર્સને વેચવા મળશે. જેથી જૂના સભ્યોને 40 ટકા કરતા વધુ એરિયા આપવો જોઇએ.

રિડેવલપમેન્ટ વખતે જૂના ફલેટના સભ્યો પાસે નોટરી કરાયેલા સંમતિ પત્રનો આગ્રહ રખાય છે. તેના બદલે નોટરી વગરના સંમતિ પત્ર ડેવલપર્સ સ્વીકારે. સભ્યોની ઉપરોકત માગણી ન સ્વીકારે તો ફેડરેશનની રચના કરીને સરકારી સંસ્થાઓ અને સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવશે. રજૂઆતો પણ ધ્યાનમાં ના લેવાય તો માર્ગે આંદોલન કરવાની સભ્યો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close