NEWS

રાયસણનો 80 મી.નો રસ્તો હવે ‘પૂજ્ય હીરાબા માર્ગ’ તરીકે નહીં ઓળખાય

Raisan's 80 m road is no longer known as 'Pujya Hiraba Marg'

રાજકારણમાં ક્યારે કોના પાસા સવળા પડે અને તકનો લાભ લેવા જતાં ક્યારે ભોગ બનવું પડે, એ કહેવાય નહીં! મૅયર હિતેષ મકવાણાની વાતમાં આ ઉક્તિ લાગુ પડી હોવાની ચર્ચા ગાંધીનગરના રાજકીય વર્તુળોમાં ગુરુવારે ચાલી હતી. વડા પ્રધાનનાં માતૃશ્રી હીરાબાના 18 જૂને આવી રહેલા 100મા જન્મ દિવસ નિમિત્તે મૅયરે બુધવારે રાયસણ ગામના રસ્તાને ‘પૂજ્ય હીરાબા માર્ગ’ આપવાની જાહેરાત કરી દીધી હતી. જોકે ઉત્સાહમાં આવી ગયેલા મૅયર જાહેરાત કરતી વખતે ભૂલી જ ગયા હતા કે રસ્તાઓનાં નામ પાડવાની ગાંધીનગર મહાનગરપાલિકા પાસે કોઈ પૉલિસી જ નથી.

એટલું જ નહીં, રાયસણના જે રસ્તાનું નામ પાડવાનું હતું, એ રસ્તો તો મનપા હસ્તક પણ નથી! આખરે આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને સ્પષ્ટતા કરવી પડી તે મનપા પાસે હાલમાં આવી કોઈ પૉલિસી નથી, એટલે હાલ પૂરતી મૅયરની સૂચન દરખાસ્ત મુલતવી રખાઈ છે. ભવિષ્યમાં આવી કોઈ પૉલિસી બનાવાશે તો આ મુદ્દો ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. મળેલી માહિતી મુજબ નામકરણ ન કરવા માટે ઉપરથી આદેશ આવી ગયો હોવાનું કહેવાય છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે ગાંધીનગરને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો ત્યારે નોટિફિકેશનમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે જમીનની માલિકી સરકાર હસ્તક રહેશે, અને એટલે મનપા પાસે જમીનની માલિકી નથી. શહેરમાં મુખ્ય રસ્તાઓ હાલ પણ પાટનગર યોજના વિભાગ હસ્તક છે. જ્યારે આંતરિક માર્ગો મનપાને માત્ર જાળવણી માટે જ સોંપાયા છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close