અમદાવાદીઓ માટે ખુશ ખબર, મેટ્રોના ફેઝ-1ના તમામ રૂટ પર કરાશે મુસાફરી
Good news for Ahmedabadis, travel will be done on all routes of Metro Phase-1
અમદાવાદીઓ માટે ખુશખબર છે. જેમાં મેટ્રોના ફેઝ-1 ના તમામ રુટ પર ઓગસ્ટ સુધીમાં મુસાફરી શરુ કરી શકાશે. તેમાં પ્રથમ વાર પ્રિ-ટેસ્ટિંગમાં અમદાવાદ મેટ્રો ટ્રેનને થલતેજ સુધી ચલાવવામાં આવી છે. અગાઉ શાહપુરથી સ્ટેડિયમ સુધી પ્રિ-ટેસ્ટિંગ કરાયું હતું. તથા ચૂંટણી પહેલાં અમદાવાદ મેટ્રોનો પહેલો ફેઝ શરુ કરવા આયોજન છે.
પ્રથમવાર પ્રિ–ટેસ્ટિંગમાં થલતેજ પહોંચી મેટ્રો
ઉલ્લેખનીય છે કે મેટ્રો રેલ પ્રોજેક્ટ દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ છે કે ઓગસ્ટ-2022માં મેટ્રો રેલ ફેઝ-1 ના સંપૂર્ણ રુટ પર ટ્રેન દોડશે અને તે ટ્રેન દોડાવવાને લઈને મેટ્રો રેલ પ્રોજેક્ટ દ્વારા પૂરજોશ કામગીરી કરાઈ રહી હોવાની માહિતી જાહેર કરી છે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં ફેઝ- 1 પર મેટ્રો રેલ ચાલશે. ત્યારે પહેલીવાર ગ્યાસપુરથી મોટેરા રુટ પર લેવાઈ મેટ્રો રેલની ટ્રાયલ થશે. આ ટ્રાયલ દરમિયાન મેટ્રો ટ્રેન APMC, જીવરાજ, રાજીવનગર, શ્રેયસ, પાલડી, ગાંધીગ્રામ, જુની હાઈકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, એ.ઈ.સી, સાબરમતી મેટ્રો સ્ટેશનથી પસાર થઈ મોટેરા મેટ્રો સ્ટેશન પહોંચી હતી.
અમદાવાદ મેટ્રોનો પહેલો ફેઝ શરુ કરવા આયોજન
મેટ્રોના ફેઝ-1 પર કયા-કયા રુટ પર ટ્રેન દોડાવવામાં આવશે, જ્યાં એક તરફ વસ્ત્રાલ, રબારીકોલોની, અમરાઈવાડી, એપરલ પાર્ક, કાંકરીયા ઈસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર, જૂની હાઈકોર્ટ, સ્ટેડિયમ થઈ મેટ્રો કોમર્સ 6 રસ્તા, ગુજરાત યુનિવર્સિટી, ગુરુકુળ રોડ, દુરદર્શન કેન્દ્ર અને થલતેજ ગામ પહોંચશે. બીજા રુટમાં ગ્યાસપુર ડેપોથી APMC, જીવરાજ પાર્ક, રાજીવ નગર, શ્રેયસ, પાલડી, ગાંધી ગ્રામ, જુની હાઈકોર્ટ, ઉસ્માનપુરા, વિજય નગર અને વાડજ થઈ રાણીપ, સાબરમતી રેલવે સ્ટેશન, એ.ઈ.સી, સાબરમતી અને મોટેરા સુધી મુસાફરોને મેટ્રો ટ્રેનનો લાભ મળશે.
લાંબા સમયથી મેટ્રો રેલનું કામ રહેતાં લોકોને હાલાકી
જો કે બીજી બાજું તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં લાંબા સમયથી મેટ્રો રેલનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે શહેરના નાગરીકોને ટ્રાફિક, કિચડ, પીવાના પાણી સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કારણ કે અમદાવાદના થલતેજમાં એક અઠવાડિયાથી થલતેજ ગામ તરફ જતો રસ્તો બંધ કરી દેવાયો છે. ગટરની પાઈપલાઈનો તૂટી જવાથી લોકોને માટી અને કેમિકલવાળું પાણી પીવાનો વારો આવ્યો છે. કેટલાક દિવસો સુધી સોસાયટીમાં જવાનો રસ્તો બંધ કરી દેવાતા રહીશો અને દુકાનદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય– સંદેશ.
7 Comments