ConstructionInfrastructureNEWS
ફૂટ ઓવરબ્રિજ તૈયાર ઉદઘાટન માટે હવે નેતાની રાહ જોવાય છે; AMCના અધિકારીઓ વેકેશનમાં લોકાર્પણ ઈચ્છે છે
Foot over bridge over Sabarmati river is waiting for inauguration
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતા ફૂટ ઓવરબ્રિજનું 95 ટકાથી વધુ કામ હવે પૂરું થઈ ગયું છે. બાકી રહેલું કામ પણ ચાર-પાંચ દિવસમાં પૂરું થઈ જવાની ગણતરી છે. જો કે, ઉદઘાટન માટે મોટા નેતા આવે તેની રાહ જોવાઈ રહી છે.
મ્યુનિ. અધિકારીઓનું કહેવું છે કે, ફૂટ ઓવરબ્રિજનું વહેલી તકે લોકાર્પણ થઈ જાય તો વેકેશનમાં લોકો તેનો લાભ ઊઠાવી શકે છે. 300 મીટર લાંબો આ ફૂટ ઓવરબ્રિજ 74 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. ફૂટ ઓવરબ્રિજ પર આરસીસીનું ફ્લોરિંગ છે તેમજ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ છે.
વચ્ચેના ભાગે 10 મીટરથી 14 મીટરની પહોળાઈમાં બેસવાની વ્યવસ્થા કરાઈ છે. તેમજ ડાઈનેમિક લાઈટ ઉપરાંત ગ્રીનરી પણ જોવા મળશે. પતંગ આકારના સ્કલ્પચર પણ મૂકવામાં આવશે. આ સાથે ખાણી-પીણીના સ્ટોલ પણ ઊભા કરાશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
7 Comments