મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ડેવલપર્સને જમીન કિંમતો પર અંકુશ લાવવાનું સૂચન
Chief Minister Bhupendrabhai Patel's suggestion to developers to control land prices
https://www.facebook.com/built.india.925/videos/253832656959110
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રવિવારે ગાહેડ પ્રોપર્ટી શોના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન મુખ્યમંત્રીએ જમીન ખરીદી અંગે ડેવલપર્સને એક સુંદર સૂચન કરતાં જણાવ્યું હતું કે, એક જ લેન્ડ પાર્સલ પર દરેક ડેવલપર્સ મોટી મોટી બોલીઓ લગાવીને જમીનની કિંમતમાં વધારે કરતા હોય છે ત્યારે આ પ્રકારની સ્પર્ધા રીયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીઝ માટે કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. જેથી, દરેક ડેવલપર્સે જમીન કિંમત પર સ્વંય સમજૂ બનીને જમીનની કિંમતમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરે.
વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, જમીનની કિંમત વધારે ન આપો તો, આપણે પણ પ્રોજેક્ટ નીચી કિંમતે કરી શકીએ અને આપણો પ્રોજેક્ટ સુચારુ ચાલશે.
ડેવલપર્સને પ્રાકૃતિક ખેતી કરવા મુખ્યમંત્રીનું સૂચન
જેની પાસે ખેતીની જમીન પડી છે તેમાંથી એક એક વીઘામાં પ્રાકૃતિક ખેતી કરવાનું સૂચન કર્યું હતું. આ પ્રકારની ખેતી કરીને, ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરી શકો.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
6 Comments