અદાણી-શિવાલિક ગ્રુપ જોઈન્ટ વેન્ચરમાં શાંતિગ્રામમાં 300 કરોડનો બનાવશે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ.
Adani and Shivalik Group to be built a residential project at Shantigram.
અદાણી ગ્રૂપની રિયલ એસ્ટેટ કંપની અદાણી રિયાલ્ટીએ અમદાવાદ અને ગાંધીનગરને જોડતા વૈષ્ણવદેવી સર્કલ પાસે વિકસાવેલી અદાણી શાંતિગ્રામમાં નવા લક્ઝુરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે રિયલ એસ્ટેટ ડેવલપર્સ શિવાલિક ગ્રૂપ સાથે જોડાણ કર્યું છે. અદાણી ગ્રુપે શાંતિગ્રામના ડેવલપમેન્ટ માટે ગ્રૂપની બહારના બિલ્ડર સાથે હાથ મિલાવ્યા હોય તેવું પહેલીવાર થઈ રહ્યું છે.
બંને કંપનીઓ સયુક્ત રીતે રૂ. 300 કરોડનું રોકાણ કરશે
શિવાલિક ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર તરલ શાહે જણાવ્યું કે, આ જોઇન્ટ વેન્ચર પ્રોજેક્ટમાં બંને કંપનીઓ સયુક્ત રીતે અંદાજે રૂ. 300 કરોડનું રોકાણ કરશે. એગ્રીમેન્ટ હેઠળ શાંતિગ્રામમાં 7 લાખ સ્ક્વેરફૂટમાં પાંચ ટાવર્સ વિકસાવશે જેમાં 256 ફ્લેટ્સ અને પેન્ટહાઉસ બનશે. જાન્યુઆરી 2022માં આ મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઉપર કામગીરી શરૂ થવાની આશા છે.
વધુમાં તરલ શાહે જણાવ્યું હતું કે, સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર વ્યૂહાત્મક સ્થળે આવેલા શાંતિગ્રામ અમે અપાર સંભાવનાઓ જોઈ રહ્યાં છીએ. આ વિસ્તારમાં ઝાયડસ કેડિલા અને અદાણી ગ્રૂપ સહિત અનેક મોટી કંપનીઓના કોર્પોરેટ હેડક્વાર્ટર આવેલા છે. જેથી અમને વિશ્વાસ છે કે જોઈન્ટ વેન્ચર રેસિડેન્શિયલ ટાવર્સ ખરીદદારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મેળવશે.
સ્ટ્રેટેજિક લોકેશનનો ફાયદો થશે
અદાણી રિયાલ્ટીના સુનિલ શર્માએ જણાવ્યું હતું કે, અમે શાંતિગ્રામમાં શિવાલિક ગ્રૂપને આમંત્રિત કરતાં ખુશ છીએ. બંન્ને શહેરો સાથે કનેક્ટિવિટીના ઉત્તમ વિકલ્પો ઉપરાંત તે અમદાવાદ એરપોર્ટ અને એસપી રિંગરોડ સહિતના મહત્વપૂર્ણ સ્થળોની નજીક આવેલું છે ત્યારે શાંતિગ્રામ એસજી હાઇવે અને બીજા માળખાકીય પ્રોજેક્ટ્સના વિકાસમાં મૂલ્ય ઉમેરશે. શિવાલિક ગ્રૂપ સાથે સંયુક્ત સાહસ અમદાવાદમાં હાઉસિંગ ડેવલપમેન્ટમાં વિશિષ્ટ સ્થાન હાંસલ કરશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- દિવ્ય ભાસ્કર
6 Comments