13 ડિસેમ્બરે શ્રીકાશી વિશ્વનાથધામ કોરીડોરનું, વડાપ્રધાન મોદીના હસ્તે ભવ્ય અને દિવ્ય લોકાર્પણ થશે.
PM Modi to inaugurate Kashi-Vishwanath Corridor on Dec 13
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરના રોજ કાશી વિશ્વનાથ કોરીડોરનું ઉદ્દઘાટન કરશે. મંદિર લોકાર્પણ કાર્યક્રમની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. 50 હજાર વર્ગફૂટથી પણ વિસ્તારમાં નિર્માંણ પામેલા ભવ્ય બાબા વિશ્વનાથધામમાં ભવ્ય કોરીડોર નિર્માંણ કરવામાં આવ્યો છે. આ ભવ્ય કાશી વિશ્વનાથધામ કોરીડોરનું નિર્માંણકાર્ય ગુજરાત સહિત દેશની નામાંકિત પીએસપી પ્રોજેક્ટ લિમિટેડે કર્યું છે. જ્યારે તેનું ડીઝાઈનિંગ ગુજરાતની પ્રતિષ્ઠિત એચસીપી આર્કીટેક્ટ કંપનીના ડાયરેક્ટર બિમલ પટેલે કર્યું છે. ત્યારે આવો જૂઓ કાશી વિશ્વનાથધામની અદ્દભૂત તસવીરો.
વારાણસી કાશી વિશ્વનાથ કોરીડોરના લોકાર્પણની લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. 13 ડિસેમ્બરના રોજ અભિજીત મૂર્હૂત અને રવિયોગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશી વિશ્વનાથધામનું લોકાર્પણ કરશે. તે દરમિયાન 25 કિવન્ટલ ગલગોટાના ફૂલો, ગુલાબ અને અન્ય અનેક પ્રકારનાં સુંગધી ફૂલોથી સમગ્ર કાશીધામ શણગારવામાં આવ્યું છે. 700 કરોડ રુપિયાના ખર્ચે નિર્માંણ પામેલા વિશ્વનાથધામનું લોકાર્પણ કાર્યક્રમ અલૌલિક અને ભવ્ય હશે.
વડાપ્રધાન મોદી સૌથી પહેલાં કાશીમાં કોતવાલ બાબા કાલભૈરવનાં દર્શન કરશે. તે બાદ, માં ગંગાનાં દર્શન, સ્મરણ અને આચમન કરશે. તે પછી, લલિતાઘાટ પર નિર્માંણ પામેલા ગેટ વે ઓફ કોરીડોરથી ગંગા જળ લઈને કોરીડોરમાં પ્રવેશ કરશે.
દેશના તમામ સંપ્રદાયોના મુખ્ય સંતોના મંત્રોચ્ચારો, 12 જ્યોર્તિલિંગોના પુજારી અને બે હજાર સંતો-મહાત્માઓની ઉપસ્થિતિમાં મુખ્ય યજમાન વડાપ્રધાન મોદી વિશેષ અનુષ્ઠાન કરીને વિશ્વનાથધામ ભક્તોને અર્પણ કરશે.
તે દરમિયાન પરંપરાગત વેશભૂષામાં વારાણસીમાં ઘંટનાદથી માંડીને, શંખનાદ, ડમરુ અને ભજન કિર્તન થશે. આ પાવન ઉત્સવને વિશ્વવ્યાપી બનાવવા માટે દુનિયાભરના મંદિરો અને મઠો સહિત 51000 સ્થળો પર બાબા વિશ્વનાથધામ લોકાર્પણનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
વિશ્વનાથધામના બીજા તબક્કામાં મણિકર્ણિકા અને જલાસેન ઘાટના કિનારા પરનો ગેટ, રેમ્પ, બિલ્ડિંગ સહિત ચાર નવા ભવનોનું નિર્માંણકાર્ય 2022ના ફ્રેબુઆરી મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે. બાબા વિશ્વનાથધામ પરિસરમાં ગંગાધરથી એકાકાર કાશી વિશ્વનાથધામમાં વડાપ્રધાન મોદી આદી શંકારાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે.
કાશી વિશ્વનાથધામ કોરીડોરના લોકાર્પણનો પ્રસાદ વારાણસીના સાત લાખ ઘરોમાં આપવામાં આવશે. વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ પ્રસાદ તૈયાર કરી રહ્યું છે અને તેના વિતરણની જવાબદારી ખાદ્ય અને રસોડા વિભાગને સોંપવામાં આવી છે. આ પ્રસાદી દેશી ઘીમાંથી બનાવવામાં આવી રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
7 Comments