Big StoryGovernmentInfrastructureNEWS

આજે નિતીન ગડકરી જમ્મુ-કાશ્મીરમાં 25 હાઈવે પ્રોજેક્ટસ્ ની શરુઆત કરશે.

Nitin Gadkari To Lay Foundation Stone Of 25 Jammu Highway Projects Today

કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરી આજે ત્રણ વાગે, જમ્મુ-કાશ્મીરમાં કુલ 11,721 કરોડ રુપિયાના ખર્ચે નિર્માંણ પામનાર કુલ 257 કિલોમીટર લંબાઈ ધરાવતા 25 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓની આધારશીલ રાખશે.

રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા જાહેર કરેલા અધિકારીક નિવેદન મુજબ, આ પરિયોજનાઓ જમ્મુ અને કાશ્મીર ઘાટી વચ્ચે દરેક ઋતુમાં, આ હાઈવે ચાલુ રહેશે અને પ્રવાસીઓ તેમજ આર્મી જવાનોને ઉપયોગી બનશે. વધુમાં મંત્રાલયે જણાવ્યું છેકે, આ હાઈવે પ્રોજેક્ટસ્ ખેતી, ઔદ્યોગિક, સામાજિક અને આર્થિકના વિકાસની સાથે સાથે સુરક્ષા દળો માટે ટ્રાન્સપોર્ટ માટે એક મહત્વપૂર્ણ છે.

આ હાઈવે પ્રોજેક્ટસ્ માં જમ્મુ-કાશ્મીરના અલગ અલગ જિલ્લા મુખ્યાલય તરફ જતા તમામ મુખ્ય રસ્તોને જોડવામાં આવશે. તેમજ રોજગાર અને સ્વરોજગારનું પણ સર્જન થશે. ઉલ્લેખનીય છેકે, આ પરિયોજનાઓમાં કેટલાક ખંડોના પુનવસન, પુલ અને સુરંગનું નિર્માંણ કરીને, બ્લેક સ્પોર્ટમાં સુધારો કરવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close