વિશ્વનું સૌથી ઊંચુ જગતજનની મા ઉમિયાના મંદિરનું નિર્માંણકાર્ય 2025માં પૂર્ણ થશે – આર.પી. પટેલ
Construction of Jagat Janani Ma Umiya Temple is likely to complete till 2025- Said RP Patel, President, VUF
જગતજનની મા ઉમિયાના વિશ્વવિખ્યાત 504 ફૂટ ઊંચા ભવ્ય મંદિરના નિર્માંણનો પ્રારંભ થઈ ગયો છે. 22 નવેમ્બર-2021ના રોજ જાસપુર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે મા ઉમિયાના મંદિરના નિર્માંણનો પ્રારંભ થયો હતો. આગામી પાંચ વર્ષમાં મંદિર નિર્માંણનું કાર્ય પૂર્ણ થશે. એટલે કે, અંદાજિત 2025 સુધી મંદિરનું કાર્ય પૂર્ણ થશે.
આ દિવ્ય પ્રસંગે, 31 હજાર દીવાથી મંદિરની પ્રતિકૃતિ શણગારવામાં આવી હતી. તેમજ શતચંડી મહાયજ્ઞ, શોભાયાત્રા અને વ્યસનમુક્તિ રેલીનું આયોજન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા કરાયું હતું. મંદિર નિર્માંણ કાર્ય માટે સમાજના શ્રેષ્ઠીઓએ 15 કરોડ રુપિયાનું દાન આપ્યું હતું. જેમાં અમદાવાદના જાણીતા ડેવલપર્સ ગ્રુપ એ. શ્રીધર ગ્રુપે 5 કરોડ રુપિયાનું દાન આપ્યું હતું, તો કવિશા ગ્રુપે 1 કરોડ રુપિયાનું દાન અર્પણ કર્યું હતું. ઉપરાંત સંજય પટેલે 5 કરોડ રુપિયાનું દાન કર્યું હતું. આ સાથે ભાજપના પ્રદેશ મહામંત્રી અને પૂર્વ ગૃહરાજ્ય મંત્રી રજની પટેલે 25 લાખ રુપિયાનું દાન અર્પણ કર્યું હતુ. આ સાથે અન્ય દાતાશ્રીઓએ પણ દાન આપ્યું હતું જે સમાજના ઉત્કર્ષ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આ પ્રસંગે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, હું મુખ્યમંત્રી ન હતો ત્યારથી વિશ્વ ઉમિયાધામનું કામ કરુ છું અને કરતો રહીશ અને મંદિરનું નિર્માંણ ઝડપી પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. તો, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી પટેલે જણાવ્યું હતું કે, મંદિરનું નિર્માંણકાર્ય 2025 સુધીમાં સંપન્ન થશે. જગત જનની મા ઉમિયાનું ભવ્યાતિભવ્ય મંદિર વિશ્વમાં એક અજાયબી સ્વરુપ હશે.
આ ઉપરાંત, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા નર્મદાના કેવડિયા ખાતે નિર્માંણ પામી છે અને હવે અમદાવાદમાં વિશ્વનું સૌથી ઊંચું મંદિર નિર્માંણ પામવા જઈ રહ્યું છે.ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે, વિશ્વમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી બાદ, વિશ્વ ઉમિયાધામ બીજા ક્રમાંકે પ્રવાસનધામ બનશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
9 Comments