Big StoryInfrastructureNEWS

સુરતથી બિલીમોરા વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન શરૂ થશે, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત.

India's first bullet train will run between Surat to Bilimora in Gujarat. Said Ashvini Vaishnav, Central Railway Minister

દેશમાં બુલેટ ટ્રેનનું સ્વપ્ન બહુ જ જલ્દી સાકાર થશે એ દિવસ ગુજરાત માટે ઐતિહાસિક હશે, કારણ કે બુલેટ ટ્રેન સુરતથી બિલિમોરા વચ્ચે પહેલા દોડશે. હાલ બુલેટ ટ્રેનના નિર્માંણકાર્ય પૂરજોસમાં ચાલી રહ્યું છે.

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરતની મુલાકાત કરી હતી. તે દરમિયાન તેમણે દેશની પ્રથમ બુલેટ ટ્રેન વિશે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, દેશની પ્રથમ બુલેટ ટ્રેનનો સુરતથી પ્રારંભ થશે. સુરતથી બિલીમોરાની દેશની પ્રથમ બુલેટ ટ્રેન 15મી ઓગસ્ટ 2026 સુધીમાં શરૂ થઈ જશે. હાલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર તેજ ગતિથી કાર્ય થઈ રહ્યું છે. દર મહિને બુલેટ ટ્રેનના 50 પિલર ઉભા કરવામાં આવશે.

આ ઉપરાંત અશ્વિની વૈષ્ણવે ટેલિકોમ મુદ્દે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આજદિન સુધી આપણે વિદેશી ટેકનોલોજી ઉપયોગ કરતા હતા.

અને આપણા એન્જીનિયર્સ વિદેશી કંપનીઓમાં કામ કરે છે. પરંતુ હવે 4G અને 5G ટેકનોલોજી દેશમાં જ ડેવલપ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જેમાં 4G નું કામ પૂર્ણ થઈ ગયું છે અને 5Gના પ્રિલિમનરી ટેસ્ટ પૂર્ણ થઈ ગયા છે. 

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close