કંસ્ટ્રક્શન બિઝનેસ પ્લેયર્સે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી શીખવા જેવું !
Construction oriendted Business players should learn from PM Narendra Modi.
રવિવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કોઈને પણ જાણકારી આપ્યા વગર નવા સંસદભવનના નિર્માંણકાર્યનું નિરીક્ષણ કર્યું છે. જે ખરેખર એક સરાહનીય બાબત છે. અને તેમાંથી આપણે પણ કંઈ શીખવા જેવું છે. ખાસ કરીને, કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા બિઝનેસ પ્લેયર્સને.
કારણ કે, મોટાભાગે કંસ્ટ્રક્શન ટાઈકૂનો, ડેવલપર્સ, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના માલિકો પોતાની સાઈટોની વિઝિટ કરતા નથી હોતો. તે માત્ર સાઈટ સુપરવાઈઝર, સાઈટ સિવીલ એન્જીનીયર્સ પર નિર્ભર રહે છે. પરિણામે, ઘણીવાર સાઈટ પર કેવું કામ ચાલે છે અને શું થઈ રહ્યું છે. તેની જાણ તેમને હોતી નથી. જેથી, ઘણીવાર આપણે કોઈ ઘટનાનો સામનો પણ કરવો પડે છે.
એક સકારાત્મક વિચાર એ છેકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ આપણે પણ આપણી નિર્માંણધીન સાઈટોનું નિરીક્ષણ કરવું જોઈએ. પણ હકારાત્મકતા રીતે જ. જેથી, આપણે આપણા બિઝનેસને આગળ વધારી શકશું અને જો ગુણવત્તામાં જો કોઈ ખામી રહેતી હોય તો પણ સુધારી શકાય.
જોકે, અમદાવાદ શહેરમાં કેટલાક જાણીતા કંસ્ટ્રક્શન ટાઈકૂન અને ડેવલપર્સ પોતાની સાઈટ પર દર અઠવાડિયે મુલાકાત કરે છે. જે ખરેખર સરાહનીય છે. સામાન્ય રીતે, દરેક ડેવલપર્સ પોતાની સાઈટ પરની ઓફિસ પર આવે છે. પરંતુ, મોટાભાગે, સાઈટ પર જઈને, મુલાકાત કરતા ઓછા જોવા મળે છે.
જો સાઈટ નિરીક્ષણ કરવામાં આવે તો, ચોક્કસપણે, આપણા પ્રોજેક્ટની કાળજી લેવાય, સાથે સાથે મજૂરો અને સાઈટ સુપરવાઈઝરની સમસ્યાઓનો પણ ખ્યાલ આવે. અને તેમાં સુધારો લાવી શકીએ.
નોંધનીય છેકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, રવિવારની રાતના લગભગ 8:45 વાગે નવી દિલ્હીમાં નવા સંસદ ભવનના નિર્માણકાર્યના સ્થળ પર પહોંચ્યા હતા. તેઓએ આ સાઈટ પર લગભગ એક કલાક જેટલો સમય વિતાવ્યો અને સમીક્ષા કરી હતી. પીએમ મોદી કોઈ પણ જાતની પૂર્વ જાણકારી આપ્યા વગર જ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments