PM મોદીએ નવા સંસદ ભવનના નિર્માણ સ્થળનું કર્યું નિરીક્ષણ. કોઈને જાણ કર્યા વગર.
PM Modi inspects of new parliament construction site
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, રવિવારની રાતના લગભગ 8:45 વાગે નવી દિલ્હીમાં નવા સંસદ ભવનના નિર્માણકાર્યના સ્થળ પર પહોંચ્યા હતા. તેઓએ આ સાઈટ પર લગભગ એક કલાક જેટલો સમય વિતાવ્યો અને સમીક્ષા કરી હતી. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. એવી ચર્ચા છે કે, પીએમ મોદી કોઈ પણ જાતની પૂર્વ જાણકારી આપ્યા વગર જ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, 2022ના સેકન્ડ હાફમાં નવા સંસદભવનનું નિર્માંણકાર્ય નિર્માંણ થશે. એટલે કે, સંસદનું શિયાળું સત્ર નવા સંસદમાં થઈ શકે તેવું સંભાવના છે.
નવા સંસદમાં લોકસભામાં 888 સાસંદો અને રાજ્યસભામાં 384 સાંસદો બેસી શકશે તેવું બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
નોંધનીય છેકે, સૌ ગુજરાતીઓને ગર્વ લેવા જેવી બાબત એ છેકે, નવા સંસદનું ડીઝાઈન કાર્ય ગુજરાત સહિત દેશની નામાંકિત HCL Design Planning and Management Pvt. Ltd. ના ડાયરેક્ટર અને પદ્મશ્રી, અર્બન પ્લાનર ડૉ. બિમલ પટેલ કરી રહ્યા છે. અને તેનું નિર્માણકાર્ય દેશની જાણીતી ટાટા પ્રોજેક્ટ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છેકે, 4 ફેબ્રુઆરી-2021ના રોજ સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂનો ભૂમિ પૂજન સમારોહ તાત્કાલિક કેન્દ્રીય મંત્રી હરદીપ એસ પુરી અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ ઈન્ડિયા ગેટ પર કર્યો હતો. આ સમારોહ બાદ સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂના વિકાસ અને પુનર્વિકાસનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
8 Comments