InfrastructureNEWS

લદ્દાખના ઉમલિંગામાં 19,300 ફૂટની ઊંચાઈ પર રોડ નિર્માંણ કરીને, ભારતે વિશ્વ વિક્રમ સર્જયો.

BRO constructs highest motorable road in the world in Eastern Ladakh at 19,300 ft

રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય અંતર્ગતની બોર્ડર રોડસ્ ઓર્ગેનાઈઝેશન(BRO)એ પૂર્વ લદ્દાખના ઉમલિંગા પાસ પર 19,300 ફૂટની ઊંચાઈ પર વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ રોડ નિર્માંણ કરીને, વિશ્વ રેકોર્ડ સર્જયો છે. 52 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ મોટરેબલ રોડ નિર્માંણ કરીને, ભારતે સૌથી ઊંચાઈવાળા વિસ્તારમાં રોડ નિર્માંણમાં વિશ્વ વિક્રમ સર્જીને, ભારતનું નામ વિશ્વ પટલમાં સુવર્ણ અક્ષરોથી અંકિત કર્યું છે. ભારતે,બોલિવિયામાં તેના જ્વાળામુખી ઉતુરુન્કુ સાથે જોડાયેલા 18,953 ફૂટની ઊંચાઈ પર નિર્માંણ રોડનો વિશ્વ વિક્રમ તોડ્યો છે.

કેન્દ્ર સરકાર જણાવી રહી છેકે, આ રોડ પૂર્વ લદ્દાખના ચુમાર ક્ષેત્રેના તમામ વિસ્તારો માટે ખૂબ જ ઉપયોગી બનશે. અને સ્થાનિક રહેવાસીઓ માટે લાઈફલાઈન બનશે. કારણ કે, લેહથી ચીસુમલે અને ડેમચોકને જોડતો સીધો રોડ બની ગયો છે. પરિણામે, સ્થાનિક લોકોની સામાજિક અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને લદ્દાખના પ્રવાસનને વેગ મળશે.

ઉલ્લેખનીય છેકે, આવા કઠોર અને અઘરા વિસ્તારમાં રોડ નિર્માંણ કરવો એ ખરેખર પડકારરુપ હતો. શિયાળામાં આ વિસ્તારમાં -40 ડીગ્રી ઠંડી અને ઓક્સિજનનું પ્રમાણ પણ 50 ટકા સુધી હોય છે. આવા પડકારરુપ વાતાવરણમાં ભારતે અહીં રોડ નિર્માંણ કરીને, ભારત વિશ્વભરમાં સૌથી ઊંચાઈ ધરાવતા રોડ નિર્માંણ કરવામાં વિશ્વ વિક્રમ સર્જયો છે જે સૌ ભારતીયો માટે ગર્વ લેવાની બાબત છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close