નકારાત્મક ટ્રેન્ડ:સર્વિસ સેક્ટરનો ગ્રોથ ત્રણ માસના તળિયે

કોરોના મહામારીના કારણે દેશમાં સર્વિસ સેક્ટરનો ગ્રોથ નકારાત્મક ટ્રેન્ડમાં જોવા મળ્યો છે. એપ્રિલ માસમાં ગ્રોથ ઘટી ત્રણ માસની નીચી સપાટી પર 54 પોઇન્ટ પર પહોંચ્યો છે જે માર્ચ માસમાં 54.6 રહ્યો હતો. કોરોનાના સતત વધી રહેલા કેસના કારણે મોટા ભાગના રાજ્યોમાં આશિંક લોકડાઉનની અસરના કારણે સેન્ટિમેન્ટ નિરૂત્સાહી રહ્યું છે.
ઇન્ડિયા સર્વિસિસ બિઝનેસ એક્ટિવિટી ઇન્ડેક્સ એપ્રિલમાં 54 રહ્યો છે. પીએમઆઇ પેનલ્સમાં 50 પોઇન્ટ ઉપરનો આંક વિસ્તરણ દર્શાવે છે જ્યારે નીચેનો સ્કોર સંકોચન સૂચવે છે. આઈએચએસ માર્કિટના ઇકોનોમિક્સ એસોસિએટ ડિરેક્ટર પોલિન ડી લિમાએ જણાવ્યું કે એપ્રિલમાં ભારતમાં કોવિડ -19 કટોકટીના કારણે સર્વિસ સેક્ટર માટે વધુ સ્થિતિસ્થાપક આર્થિક પ્રદર્શન દર્શાવ્યું હતું. કંપનીઓ આગામી વર્ષ દરમિયાન ઉચ્ચ આઉટપુટના પ્રમાણની અપેક્ષા રાખે છે, પરંતુ મહામારીના કારણે અસર પડી છે.
સર્વે મુજબ, ભારતીય સર્વિસ સેક્ટરની કંપનીઓ બિઝનેસ એક્ટિવિટી માટે આશાવાદી હતી, પરંતુ સકારાત્મક સ્તર એકંદરે ગત ઓક્ટોબર માસથી નીચી સપાટી પર પહોંચ્યું હતું. સર્વિસ પ્રોવાઇડરોએ ડિસેમ્બર-2011 પછીથી એકંદરે ખર્ચમાં જંગી વધારો નોંધાવ્યો છે. કંપનીઓએ ગ્રાહકો પરના વધતા જતા ખર્ચનો બોજો અમલી બનાવતા એપ્રિલમાં વેચાણના ભાવમાં વધારો કર્યો હતો પરંતુ 98 ટકા કંપનીઓએ વધારો મોકુફ રાખ્યો હતો. બજારમાં સતત વધી રહેલી હરિફાઇ અને સુરક્ષાને ધ્યાનમાં લેવા સાથે વેપાર સેન્ટિમેન્ટ જાળવી રાખવા પ્રયાસ કરી રહ્યાં છે.
વધુમાં ભાવ ન વધારવાનું અન્ય એક કારણ ફુગાવનો સતત વધી રહેલો દર છે. સર્વિસિસ સેક્ટરની મોટા ભાગની કંપનીઓએ જણાવ્યું છે. વૈશ્વિક સ્તરે ઇનપુટ્સ તથા ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં નવ વર્ષમાં સૌથી વધુ વધારો થયો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર
19 Comments