ગુજરાત નુ બજેટ, 4506 કરોડના ખર્ચે 16854 કિમીના રસ્તાઓનું રિસરફેસિંગ કરાશે
શહેરી વિકાસ 13493 કરોડ
• મહિલા જૂથોને રુ. 1 લાખ સુધી વ્યાજ રહિત ધિરાણ
• વડોદરા, ભાવનગર, જામનગર શહેરમાં પણ મેટ્રો લાઈટ-મેટ્રો નીઓ સેવા માટે રુ. 50 કરોડ
• શહેરી વિસ્તારોમાં તમામને ઘર આપવા નવા 55 હજાર આવાસના નિર્માંણ માટે રુ. 900 કરોડ
• સ્માર્ટ સિટી યોજના હેઠળ રુ. 700 કરોડની જોગવાઈ
• શક્તિપીઠ અંબોજીના સર્વગ્રાહી વિકાસ માટે અરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના, જેના માટે રુ. 5 કરોડ
• ગિફ્ટ સિટી કંપની માટે રુ. 100 કરોડની જોગવાઈ
માર્ગ અને મકાન 11185 કરોડ
• 4949 યોજનાના 16,857 કિમીના રસ્તાઓનું રુ. 4506 કરોડના ખર્ચે રિસર્ફેસિંગ
• અમદાવાદ-બગોદરા-રોજકોટના 201 કિ.મી. રસ્તાને રુ. 2893 કરોડના ખર્ચે છ માર્ગીય કરાશે.
• મહાનગરો, ઔદ્યાગિક વિસ્તારો, પ્રવાસન, યાત્રાધામોને જોડાતા 762 કિમીના 45 રસ્તા ફોર-લેન બનશે.
• ગાંધીનગરમાં નવું સદસ્ય નિવાસ સંકુલ બનાવાશે
• અમદાવાદ-મહેસાણા ફોર લેન માર્ગને છ માર્ગીય કરવાની કામગીરી માટે રુ. 100 કરોડ
પોર્ટ-ટ્રાન્સપોર્ટ 1478 કરોડ
• એસ.ટી માટે નવી 100 બસોની ખરીદી થશે
• પ્રથમ વખત એસ.ટી. દ્વારા 50 ઇલેક્ટ્રિક બસો મુકાશે
• નવી 800 ડીલક્ષ પ્રકારની અને 200 સ્લીપર કોચ થઈ કુલ 1000 બસો કાર્યરત કરાશે
• લાંબા અંતરની મુસાફરી માટે 500 વોલ્વો બસ પીપીપી ધોરણે શરુ કરાશે
• દહેજમાં કેમિકલ પોર્ટ ટર્મિનલના વિસ્તૃતિકરણ માટે રુ. 1200 કરોડ
• નવલખી બંદરે રુ. 172 કરોડના ખર્ચે નવી જેટી બનાવાશે
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર
10 Comments