InfrastructureNEWS

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કામરેજ-પલસાણા કોરીડોર માટે FSIને મંજૂરી

સુડા બોર્ડ મિટીંગ મંગળવારે સાંજે વેસુ સુડાભવન ખાતે મળી હતી. આ બેઠકમાં નવા બજેટના આયોજનો તથા નવા ડેવલોપમેન્ટ પ્લાન(ડીપી) સામે રજુ થયેલા વાંધાઓને સ્વીકૃતિ આપી સરકારમાં મોકલી આપવામાં આવ્યાં છે. મહત્વના કામમાં રાજય સરકારે બુલેટ ટ્રેન અને કામરેજ-પલસાણા કોરિડોર માટે નકકી કરેલી વધારાની ફ્લોર સ્પેશ ઇન્ડેકસ (એફએસઆઇ)ને મંજુરી આપી ઠરાવ પણ કરવામાં આવ્યો છે. તેથી આગામી દિવસોમાં હવે સુડાના વિસ્તારોનો હરણફાળ વિકાસ થાય તેમ છે.

પાલિકા કમિશનર સાથે સુડાના ચેરમેન બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન કોરિડોર માટે 5.04ની એફએસઆઇ અને પલાસાણા-કામરેજ કોરિડોર માટે 4 ની એફએસઆઇ આપવાનું નકકી થયું છે. જેને સુડામાં મજુર કરી દેવામાં આવી છે. તેથી સુડા વિસ્તારનો ઝડપી વિકાસ થઈ શકશે. સુડાના નવા બજેટમાં સુડા વિસ્તારમાં સમાવિષ્ટ બુલેટ ટ્રેન, રીવરફ્રન્ટ ડેવોલપમેન્ટ પ્રોજેકટ કામરેજ-પસસાણા કોરીડોર સહિતના પ્રોજેકટને આગળ વધારવા આયોજન કરાઈ રહ્યું છે. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના 400 આવાસો બનાવવાના આયોજનને મંજુરી અપાઈ છે. જેને પગલે વિકાસના કાર્યોને હવે આગામી દિવસોમાં ગતિ મળી શકે તેવું જણાય રહ્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close