InfrastructureNEWS
એક્સપ્રેસ ગ્રુપે 4 સ્ટાર હોટલ માટે ગુજરાત-રાજસ્થાનમાં 7 પ્રોપર્ટી સંપાદિત કરી
Express group acquire 7 properties in Gujarat and Rajsthan

એક્સપ્રેસ ગ્રુપ ઓફ હોટલે, ગુજરાત અને રાજસ્થાનમાં કુલ સાત પ્રોપર્ટી સંપાદિત કરી છે. જેથી, આવનારા દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં એક્સપ્રેસ ગ્રુપની ફોર સ્ટાર હોટલ જોવા મળશે. એક્સપ્રેસ ગ્રુપે હોટલ માટે ગુજરાત અને રાજસ્થાનમાં અમદાવાદ, ગાંધીનગર, નીમરાણા, ઉદેપુર અને જયપુરમાં પ્રોપર્ટી સંપાદિત કરી છે. જેમાં ચાર પ્રોપર્ટી અમદાવાદ અને ગાંધીનગરમાં અને બાકીની રાજસ્થાનમાં સંપાદિત કરી છે. જેની માર્કેટ વેલ્યૂ 450 કરોડ રુપિયા થાય છે.
ઉલ્લેખનીય છેકે, તાજેતરમાં અમદાવાદના પોશ વિસ્તાર સિંધુભવન પર તાજ હોટલ શરુ થઈ છે. અને હવે એક્સપ્રેસ ગ્રુપ અમદાવાદ અને ગાંધીનગરમાં હોટલ સ્થાપિત કરવા જઈ રહ્યું છે. હાલમાં ગુજરાતમાં એક્સપ્રેસ ગ્રુપની ત્રણ હોટલ ચાલી રહી છે. જેમાં બે હોટલ વડોદરામાં અને એક હોટલ જામનગરમાં ચાલી રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ધ ઈન્ડિયન એક્સપ્રેસ
8 Comments