મેટ્રો રેલના બીજા તબક્કાનું કામ નવા વર્ષથી શરુ થશે, મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર રૂટ, 28 કિલોમીટરના રૂટ પર 20 સ્ટેશન, એલિવેટેડ કોરિડોર બનશે
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી તેમજ જીએનએલયુથી પીડીપીયુ સુધીના બીજા તબક્કામાં 28.26 કિલોમીટર રૂટ પર નવા વર્ષથી કામગીરી શરૂ થશે. એલિવેટેડ કોરિડોર તેમજ 20 સ્ટેશન તૈયાર કરવાનું કામ બે તબક્કામાં શરૂ થશે.
મેટ્રોના ફેઝ-1માં એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધીના નોર્થ સાઉથ કોરિડોરને લંબાવીને ફેઝ ટુમાં મહાત્મા મંદિર સુધી લઈ જવામાં આવશે. મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી 22.84 કિલોમીટર એલિવેડેટ કોરિડોર અને 20 એલિવેટેડ સ્ટેશનની સાથે જીએનએલયુથી પીડીપીયુ થઈ ગિફ્ટ સિટી સુધીના 5.42 કિલોમીટર રૂટ અને 2 એલિવેટેડ સ્ટેશનની કામગીરી માટે જીએમઆરસી દ્વારા બે ભાગમાં કોરિડોર વન (સી-1) અને કોરિડોર ટુ (સી-2)ની ટેન્ડર પ્રક્રિયા મંજૂર કરી દેવામાં આવી છે. જેમાં ટેન્ડર મેળવનાર કંપનીએ કોરિડોર વનની કામગીરી શરૂ કરી દીધી છે જ્યારે કોરિડોર ટુની કામગીરી પણ નવા વર્ષના પ્રારંભે શરૂ કરી દેવામાં આવશે. મેટ્રોના ફેઝ ટુની આ કામગીરી માર્ચ – 2024 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.
મેટ્રો ફેઝ-2માં આ સ્ટેશન તૈયાર થશે
કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જૂના કોબા, કોબા ગામ, જીએનએલયુ, રાયસણ, રાંદેસણ, ધોલાકુવા સર્કલ, ઇન્ફોસિટી, સેક્ટર-1, સેક્ટર-10એ, સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24, મહાત્મા મંદિર.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર
20 Comments