
દુબઈ બુર્જ ખલિફા જેવી અદ્ઘભૂત, બહુમાળી ઈમારત ધરાવતા દુબઈમાં પાણીમાં તરતી હોટલ તૈયાર થઈ રહી છે. હોટલે છ ગ્લાસ બોટ વિલા સાથે જોડવામાં આવી છે. આશરે રુ. 1212 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા રિસોર્ટનું નામ ડીએચએસ 600 એમ ફ્લોટિંગ સી પેલેસ રિસોર્ટ છે. એલ બહરાઈ ગ્રુપ દ્વારા નિર્માંણ કરવામાં આવ્યુ છે. દરિયાઈ મોજાંથી બચવા માટે તેમાં હાઈડ્રોલિક સિસ્ટમ સંચાલિત સોફ્ટ મોટર્સ સિસ્ટમ લગાવવામાં આવી છે. જેની બે માળીય વિલા નેપ્ચ્યુન હાલમાં જ વેચાઈ છે. જેમાં આઉટડોર સ્વિંગપુલ સહિત તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા સૌજન્ય- દિવ્ય ભાસ્કર
23 Comments