Big StoryGujarat SpecialNEWS

જગત જનની ર્માં ઉમિયાનું 431 ફૂટ ઊંચું મંદિરના નિર્માંણકાર્યનો શુભારંભ, 2026 સુધીમાં પૂર્ણ થશે નિર્માંણકાર્ય- પ્રમુખ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન

World tallest Ma Umiya temple's construction starts at Jaspur in Ahmedabad.

અમદાવાદના જાસપુર ખાતે નિર્માંણ પામવા જઈ રહેલા જગવિખ્યાત જગત જનની ર્માં ઉમિયાના વિશ્વ વિરાટ મંદિરનું નિર્માંણકાર્ય અંગે સૌ કોઈને જાણવાની આતુરતા હોય તે સ્વાભાવિક છે. કારણ કે, 100 વીઘાની વિશાળ ભૂમિ પર કુલ 431 ફૂટની ઊંચાઈ ધરાવતા વિશ્વનું સૌથી ઊંચું મંદિર બનાવવા જઈ રહ્યું છે, ત્યારે સૌ કોઈને મનમાં થતું હોય કે મંદિર કેવું બનશે ક્યારે બનશે,જે સહજ ભાવ છે. ત્યારે, બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રના બિલ્ટ ઈન્ડિયા મેગેઝિનની ટીમે, આજે જાસપુર ખાતે જ્યાં મંદિર નિર્માંણ પામવા જઈ રહ્યું છે તે સ્થળની મુલાકાત લીધી હતી. તેના આધારે કહી શકાય કે, હાલ ઉમિયા મંદિરના નિર્માંણકાર્યનો શુભારંભ થઈ ચૂક્યો છે.હાલ મંદિરના પરિસરમાં નિર્માંણકાર્ય ચાલુ છે.


આ અંગે બિલ્ટ ઈન્ડિયાની ટીમે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ મંદિરનું નિર્માંણકાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. આવનારા પાંચ વર્ષમાં જગવિખ્યાત ર્માં ઉમિયાના મંદિરનું નિર્માંણ, તેની નક્કી કરેલી સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે.


મહત્વનું છેકે, ટ્રાફિકથી ધમધમતો અને અમદાવાદ શહેરના વિકાસ સમા સરદાર પટેલ રીંગ રોડ પર આવેલા વૈષ્ણોદેવી સર્કલ અને તેની આસપાસ વિસ્તારોમાં રેસિડેન્શિયલ અને કમર્શિયલ સેગમેન્ટના પ્રોજેક્ટ નિર્માંણ પામી રહ્યા છે. કારણ કે, આ વિસ્તારમાં જગત જનની ર્માં ઉમિયાનું વિશ્વ વિરાટ મંદિર, સરદારધામ અને ગાંધીનગરનું પ્રવેશદ્વાર એસ.જી હાઈવે અને સરદાર પટેલ રીંગ રોડનું સમન્વય જંકશન એટલે વૈષ્ણોદેવી સર્કલ, આવાં પરિબળોને ધ્યાનમાં રાખીને, અમદાવાદ,ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ડેવલપર્સ અહીં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ નિર્માંણ કરી રહ્યા છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

5 Comments

  1. Pingback: buy gold coins
  2. Pingback: fake news
  3. Pingback: harry42
Back to top button
Close