સાબરમતી, સુરત અને થાણેમાં બુલેટ ટ્રેનનાં બનશે મુખ્ય 3 ડેપો, બિલિમોરા ટ્રેક તૈયાર થયા બાદ, બુલેટ ટ્રેન શરુ થવાની સંભાવના.
Bullet Train preparation
બુલેટ ટ્રેનના પાર્કિંગ અને મેઈન્ટેનન્સ માટે ત્રણ મોટા ડેપો સાબરમતી, સુરત અને થાણેમાં તૈયાર કરાશે. જેમાં સાબરમતી ડેપોની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. જ્યારે ટૂૂંક સમયમાં સુરત ખાતે રોલિંગ સ્ટોક મેઈન્ટેનન્સ ડેપોની પ્રક્રિયા પણ શરૂ કરાશે. તેની સાથે કંપની દ્વારા સુરતથી બિલીમોરા સુધી ટ્રેક તૈયાર થયા બાદ બુલેટ ટ્રેનની શરૂઆત કરવામાં આવે તેવી શક્યતા છે. ત્યારે કંપની દ્વારા જાપાનથી બુલેટ ટ્રેનનો સેટ સમુદ્ર માર્ગે સુરત ખાતે મંગાવવામાં આવશે. જો કે આ ટ્રેન સેટ ક્યારે આવશે તેના સમય અંગે એનએચએસઆરસીએલના અધિકારીઓએ કંઈ કહ્યું ન હતું.
હાલમાં કંપની દ્વારા સૌથી પહેલા વડોદરાથી વાપી સુધીના 237 કિલોમીટર લાંબો કોરિડોર તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ રૂટ પર એલિવેટેડ કોરિડોરની સાથે ચાર સ્ટેશન ભરૂચ, સુરત, બિલીમોરા અને વાપી પણ તૈયાર કરાશે. આ કોરિડોર 24 નદી અને 30 રોડને બ્રિજ દ્વારા ક્રોસ કરશે. આ રૂટ પર કામગીરી શરૂ કરવા માટે ટેન્ડર ભરનાર કંપનીઓમાં સૌથી ઓછા ભાવે ટેન્ડર ભરનાર એલએન્ટટીને દિવાળી પછી કામગીરી સોંપાય તેવી શક્યતા છે. જ્યારે 80 હેક્ટર વિસ્તારમાં તૈયાર થનાર સાબરમતી ડેપોની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આગામી દિવસોમાં 60 હેક્ટર વિસ્તારમાં તૈયાર થનાર સુરત ડેપોની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર
6 Comments