ચારણકા સોલાર પાર્કમાં નિરીક્ષણ ટાવરનું નિર્માંણ કરવું એ પડકારરુપ હતું
Charanka solar park

ઉત્તર ગુજરાતના પ્રાચીન શહેર પાટણમાં આવેલા ચારણકા સોલાર પાર્ક વિશ્વમાં સૌથી મોટો છે. આ સોલાર પાર્ક નિર્માંણ ગુજરાત સરકારના ગુજરાત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે કરાવ્યું છે. આ પાર્કને બર્ડ વ્યૂં થી જોઈ શકાય તે માટે એક ખાસ ટાવર નિર્માંણ કરવામાં આવ્યું હતું. જેનું નિર્માંણ પડકારરુપ હતું પરંતુ, ગુજરાતની નામાંકિત કંસ્ટ્રક્શન કંપની પીએસપી લિમિટેડે સમય કરતાં પણ વહેલાં ટાવરનું નિર્માંણ કરીને, ઝડપ સાથે ગુણવત્તાવાળા નિર્માંણો કરવાની એક આગવી ઓળખ નિર્માંણ કરી છે.

સોલાર એનર્જીને પ્રોત્સાહિત કરવા અને લોકો રીન્યૂઅલ એનર્જીનો ઉપયોગ કરતા થાય તેવા ઉમદા હેતુસર, ગુજરાત સરકારે આ ચારણકા સોલાર પાર્કનું નિર્માંણ 2011-12માં કર્યું હતું. 2000 હેક્ટર વિશાળ જમીનમાં નિર્માંણ પામેલા સોલાર પાર્કને બર્ડ વ્યૂંથી નિરીક્ષણ કરવાનું સપનું, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવ્યું હતું. સાત માળની ઊંચાઈ ધરાવતા આ ટાવરનું સમયમર્યાદામાં નિર્માંણ કરવું એ અગરુ હતું. પરંતુ, પીએસપી પ્રોજેક્ટ લિમિટેડે ટાઈમફ્રેમમાં નિર્માંણ કરીને, પોતાની કાર્યકુશળતા બતાવી હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.
20 Comments