શ્રેષ્ઠ કવૉલીટી સાથે, રોડ કંસ્ટ્રકશન કોસ્ટમાં કરો ઘટાડો- નિતીન ગડકરી- કેન્દ્રીય મંત્રી
reduce construction cost for bitumen road in India
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટેશન અને હાઈવે મંત્રાલયના કેન્દ્રીય કેબિનેટ મંત્રી નિતીન ગડકરીએ કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝને જણાવ્યું છેકે, હવે યુગ બદલાયો છે જેથી, આપ સૌ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો પ્રયાસ કરો. સ્ટીલ પ્લાન કે અન્ય ઔદ્યોગિક ઈન્ડસ્ટ્રીઝમાંથી મળતી વેસ્ટ પ્રોડક્ટ જેવી કે, ઓઈલ સ્લેગ, ફલાયસનો ઉપયોગ રોડ નિર્માંણમાં કરો. જોકે, કંસ્ટ્રક્શન કૉવાલીટીમાં કોઈ જ સમાધાન નહીં ચાલે.
રાજધાની નવી દિલ્હી ખાતે FICCI દ્વારા આયોજિત BITU-CON-2020 પ્રદર્શનમાં નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, “ગુણવત્તા જાળવી રાખો અને કંસ્ટ્રક્શન કૉવાલીટીમાં ઘટાડો કરો” નીતિના આધારે આપણે આવનારા સમયમાં કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરશું.
વધુમાં ગડકરીએ જણાવ્યું છેકે, રોડ કંસ્ટ્રક્શનમાં દરેક કંપનીએ વેસ્ટેડેડ પ્લાસ્ટિક, રબર અને જ્યૂટનો ઉપયોગ કરીને રોડ નિર્માંણ કરવો જોઈએ. આવનારા સમયમાં પેર્ટન ડીઝાઈન પ્રિકાસ્ટ ટેક્નોલોજીનો વપરાશની પહેલ કરવામાં આવશે.
ગડકરીએ કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝને કહ્યું છેકે, હવે આપ રોડ કંસ્ટ્રક્શનમાં વર્લ્ડ ક્લાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરો. વધુમાં તેમણે સૂચન કર્યું છેકે, ડામરના રોડ બનાવવા માટે 10 વર્ષની ડિફેક્ટ લાયબિલિટી પિરીયડ યોજના શરુ કરવામાં આવશે. જે હાલ 5 વર્ષની છે.
જો,કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ વર્લ્ડ ક્લાસ ટેક્નોલોજી સાથે 10 વર્ષની ડિફેક્ટ લાયબિલીટી પીરિયડ યોજના આ બંને સાથે લઈને કામ કરનારાને કેન્દ્ર સરકાર સહકાર આપશે અને સરકારશ્રીના જે લાભો હશે તે તમામ લાભો આપવામાં આવશે. પરંતુ, કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ કંસ્ટ્રક્શન કૉવાલીટી જાળવવામાં નિષ્ફળ જશે તો, ડામરના રોડ બનાવવા પર પ્રતિબંધ પણ લાગી શકે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
10 Comments