સી પ્લેન એરોડ્રામ બનાવવા કોંક્રિટ ફ્લોટિંગ જેટી અમદાવાદ માટે રવાના
Concrete floating Machine will arrive at Sea Plane Airport in Gujarat

સાબરમતી રીવરફ્રન્ટ પાલડી તરફ કુલ 4047 ચો.મીટરમાં નિર્માંણ પામનાર સી પ્લેન એરોડ્રામ માટે, ઈનોવેટિવ કોંક્રિટ ફ્લોટિંગ જેટી અમદાવાદની ધરતી પર આવવા માટે રવાના થઈ ચૂક્યું છે. આ જેટી દ્વારા રાજ્ય સરકાર સાબરમતી રીવરફ્રન્ટ, નર્મદા નદીના કિનારે આવેલા કેવડિયા કોલોની પર એરોડ્રામ બનાવશે. જેના ભાગરુપે આ મશીન અમદાવાદમાં આવી રહ્યું છે તેવું કેન્દ્રીય શિપિંગ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી(સ્વતંત્ર હવાલો) મનસુખભાઈ માંડવિયાએ ફેસબુક પર જણાવ્યું છે.

નોંધનીય છેકે, 31 ઓક્ટોબર-2020ના રોજ લોહપુરુષ સરદાર પટેલની જન્મજયંતી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવશે. અને સાબરમતી રીવરફ્રન્ટ પરથી, સી પ્લેન દ્વારા ઉડાન ભરીને કેવડિયા કોલોની ખાતે સરદારની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ભાવાજંલી અર્પણ કરશે. તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે તડામાર તૈયારીઓ હાથ ધરી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
17 Comments