InfrastructureNEWS

રાજકોટમાં નિર્માંણ પામશે ઈન્ટરનેશનલ એરપોર્ટ

માળખાકીય ડેવલપમેન્ટ કોઈપણ દેશ માટે વિકાસની આધારશીલા છે. છેલ્લા એક દાયકામાં દેશમાં અલગ અલગ ક્ષેત્રમાં વિકાસ સારો થઈ રહ્યો છે. હાલ દેશના અનેક રાજ્યોમાં રાષ્ટ્રીય હાઈવે, એક્સપ્રેસ હાઈવે, અંડરપાસ-ફ્લાય ઓવર બ્રીજ, નદી પરના બ્રીજ, એરપોર્ટ નિર્માંણ અને શિપિંગ પ્રાજેક્ટ જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. ત્યારે અહીં આપણે વાત કરીએ, દેશભરમાં નિર્માંણ પામવા જઈ રહેલો 100 એરપોર્ટની.

ગુજરાતના રંગીલા શહેર રાજકોટ હિરાસર વિસ્તારમાં 1400 કરોડમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક નિર્માંણ પામશે. ગુજરાત સરકારે જાન્યુઆરી – 2020માં ભારત સરકારના એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા સાથે એમઓયુ કર્યાં છે. અને આ અંગે મંજુરી પણ આપી દીધી છે. અમદાવાદ – રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ – 8 બી નજીક આવેલા હિરાસર વિસ્તારમાં કુલ 1025 હેક્ટર જમીનમાં આ હવાઈમથક નિર્માંણ પામશે. આ હવાઈમથક નિર્માંણ થવાથી સૌરાષ્ટ્ર વિસ્તારના તમામ જિલ્લાના પ્રવાસીઓને એરપોર્ટની સુવિધા મળશે. જેથી તેઓને અમદાવાદ સુધી આવવાથી અનિવાર્યતા નહીં પડે.

ભારત સરકાર આવનારા 15 વર્ષમાં કુલ 4 લાખ કરોડના ખર્ચ 100 હવાઈ મથકો નિર્માંણ કરશે. જેમાં 70 હવાઈ મથક નવા અને બાકીના વર્તમાન હવાઈ મથકને રિનોવેશન કરવામાં આવશે અને દેશના ટોચના ઉદ્યોગપતિઓને જે ચલાવવા અપાશે અને દેશના ટોચના ઉદ્યોગપતિઓને જે ચલાવવા અપાશે. આ હવાઈ મથકો રિજિઓનલ એર કનેક્ટેવીટી સ્કીમ અંતર્ગત, દેશના અલગ અલગ રાજ્યોને ઉત્તમ હવાઈ કનેક્ટેવીટી મળી રહે તેવા હેતુસર નિર્માંણ કરવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close