Civil EngineersGovernmentInfrastructure

ગુજરાતની બહુહેતુક કલ્પસર યોજના અંતર્ગત ભડભૂત બેરેજનું નિર્માંણકાર્યનો ટૂંક સમયમાં થશે પ્રારંભ

ગુજરાતનો બહુહેતુક યોજના નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાઈ અને કલ્પસર પ્રોજેક્ટનો કુલ 4167.7. કરોડનો   પ્રોજેક્ટ હિન્દુસ્તાન કંસ્ટ્રક્શન કંપની અને દિલિપ કંસ્ટ્રક્શન લિમિટેડના સંયુક્ત ઉપક્રમે મળ્યો છે. જેમાં ભડભૂત બેરેજની ડીઝાઈન અને કંસ્ટ્રક્શનનો સમાવેશ થાય છે.

ગુજરાતના ભરુચ જિલ્લાના ભડભૂત ગામની નજીક નદીની આસપાસમાં ભડભૂત બેરેજ, પૂર સંરક્ષણ પાળા બાંધકામો અને સંબંધિત કાર્યો માટેનો એન્જિનીયરીંગ અને બાંધકામ કરાર છે. આ પ્રોજેક્ટ બે વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

600 મિલિયન ક્યૂબિક મીટરની ક્ષમતા ધરાવતો ભડભૂત બેરેજ 1.7 કિલોમીટર લાંબી કોઝવે-કમ-વીઅર બેરેજનો સમાવેશ થાય છે. નર્મદા નદીનું 25 કિલોમીટર ઉપરવાસમાં આવતું પાણી દરિયામાં પ્રવેશ પહેલાં, 99 ગેટના નિર્માંણ દ્વારા બાંધવમાં આવશે. કલ્પસર ડેમમાં પાણી ભરવા, પીવાનું શુદ્ધ પાણી મળી રહે અને ભૂગર્ભતળ ઊંચા આવે તેવા હેતુસર આ બેરેજ નિર્માંણ કરવામાં આવી રહ્યો છે.

હિન્દુસ્તાન કંસ્ટ્રક્શનના સીઈઓ અરુણ ધવને જણાવ્યું હતું કે, અમને ગૌરવ છેકે, એચસીસી અને દિલીપ બિલ્ડકોન લિમિટેડનો આ બીજો પ્રોજેક્ટ જોઈન્ટ વેન્ચરમાં થવા જઈ રહ્યો છે. ગુજરાતના લોકોને પીવા અને સિંચાઈનું પાણી અને ઈન્ડસ્ટ્રીયલના હિત માટે આ પ્રોજેક્ટ ખૂબ જ મહત્વનો સાબિત થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close