પીએમ મોદી 3 દિવસની ગુજરાત મુલાકાતે, રાજકોટમાં કરશે વાયબ્રન્ટ ગુજરાત સમિટ ઉદ્દઘાટન,12 જાન્યુ.એ જર્મન ચાન્સેલર સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 થી 12 જાન્યુઆરી સુધી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તે દરમિયાન તેઓ સૌ પ્રથમ દિવસે, સોમનાથ મંદિર ખાતે, આગમાન કરશે જ્યાં તેઓ ભોળેનાથનાં દર્શન કરશે. ત્યારબાદ, રાજકોટ ખાતે આયોજિત વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન 10 જાન્યુઆરીની સાંજે ગીર સોમનાથ જિલ્લામાં તેઓ સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠકનું અધ્યક્ષસ્થાન સંભાળશે. આ બેઠકમાં મંદિર સંબંધિત વિવિધ મુદ્દાઓ અને પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવશે.

11 જાન્યુઆરના રોજ અમદાવાદ ખાતે, ફ્લાવર શોની મુલાકાત લેશે અને કેટલાક વિકાસના કાર્યોનું ઉદ્ઘઘાટન કરશે ત્યારબાદ, 12 જાન્યુઆરના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે, મેટ્રોરેલનું ઉદ્ઘાઘાટન કરશે તે દરમિયાન, જર્મન ચાન્સેલર પણ ઉપસ્થિત રહેશે. પછી, બંને નેતાઓ વચ્ચે દ્રીપક્ષીય વાર્તાલાપ થશે તેવી શક્યતા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



