NEWS
બ્લ્યૂ ફ્લેગ શીવરાજપુર બીચના અદ્દભૂત દશ્યો, છેલ્લા બે વર્ષમાં 13 લાખ પ્રવાસીઓએ કરી મુલાકાત

શ્રી કૃષ્ણનગરી દ્વારકાથી 12 કિલોમીટરના અંતરે સ્થિત શિવરાજપુર ‘બ્લ્યૂ ફ્લેગ’ બીચ તેની સુંદરતા, સ્વચ્છતા અને વિશેષતાઓના લીધે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા બે વર્ષમાં કુલ 13 લાખ 58 હજારથી વધુ પ્રવાસીઓએ શિવરાજપુરના આ સુંદર દરિયાકિનારાની મુલાકાત લીધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના પ્રવાસન ક્ષેત્રનો અભૂતપૂર્વ વિકાસ થયો છે અને પર્યટન ક્ષેત્રે અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓની પ્રાપ્તિ થકી ગુજરાતને ‘ગ્લોબલ ટુરિઝમ હબ’ તરીકેની નવી ઓળખ મળી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય-સીએમઓ



