અમદાવાદમાં GICEA અને AMAના સંયુક્ત ઉપક્રમે,યોજાયો Gujarat’s Growth Under Indian Infuse વિષય પર સેમિનાર
સન બિલ્ડર્સ ગ્રુપના ચેરમેન અને ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનિંગ ઓફ ઈન્ડિયા નેશનલ પ્રેસિડેન્ટ એન. કે. પટેલે, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે, Gujarat’s Growth Under Indian Infuse વિષય પર ગુજરાતના વર્તમાન વિકાસ પર સંવાદ કર્યો હતો. જેમાં જીઆઈસીએ સંસ્થા સભ્યો સહિત અન્ય બિઝનેસ ધરાવતા લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરના આર્કિટેક્ટ અને સિવીલ એન્જીનીયર્સની નામાંકિત સંસ્થા GICEA(The Gujarat Institute of Civil Engineers and Architects)અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે, Gujarat’s Growth Under Indian Infuse વિષય પર એક સેમિનારનું આયોજન કર્યું હતું.
જેમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. સાવન બોડિયાવાલા ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારના મુખ્ય વક્તા તરીકે ગુજરાતના નામાંકિત સન બિલ્ડર્સ ગ્રુપના ચેરમેન-મેનેજિંગ ડાયરેક્ટર, નારેડકો ગુજરાતના ચેરમેન અને Institute of Town Planners, India (ITPI)નેશનલ પ્રેસિડેન્ટ એન. કે. પટેલ હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.