NEWS

ઈટીવીના માલિક-દેશના મીડિયા ટાઈકૂન રામોજી રાવનું 87 વર્ષે નિધન,મીડિયા જગતમાં દુ:ખની લાગણી

બિલ્ટ ઈન્ડિયા મેગેઝિનના તમામ શુભચિંતકો અને વાંચકોને નમસ્કાર…આપને જણાવતા દુ:ખ થાય છે કે, મારી કારર્કિદીની શરુઆત જ્યાંથી થઈ હતી, તે ઈટીવી ગુજરાતી સહિત દેશમાં કુલ 13 ન્યૂઝ ચેનલના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આદરણીય રામોજી રાવનું આજે 87 વર્ષે નિધન થયું છે. રામોજી રાવના અવસાનથી સમગ્ર દેશના મીડિયા સમુદાયમાં દુ:ખની લાગણી પ્રસરી છે.

રામોજી રાવ વિશે વાત કરીએ તો, રામોજી રાવનું પુરુ નામ ચેરીકુરી રામોજી રાવ હતું. તેમનો જન્મ 16 નવેમ્બર, 1936માં મદ્રાસ પ્રાંતમાં આવેલા કિષ્ના જિલ્લાના પેડાપારુપુડ્ડી ગામના એક ખેડૂત પરિવારમાં થયો હતો. પોતાની આગવી કુશળતાથી તેઓ બિઝનેસમેન અને મિડીયા ટાઈકૂન બન્યા. અને લાખો લોકોના રોજગારદાતા બન્યા. અને હાલ પણ લાખો લોકોને રોજગારી આપી રહ્યા છે. રામોજી રાવ તેલંગાણા અને આંધ્રપ્રદેશના બંને રાજ્યોના લોકોમાં લોકપ્રિય એવા ભારતીય ઉદ્યોગપતિ, મીડિયા ઉદ્યોગ સાહસિક અને ફિલ્મ નિર્માતા હતા. વિશ્વની સૌથી મોટી ફિલ્મ સિટી રામોજી ફિલ્મ સિટી, ઈનાડુ અખબાર, ટીવી ચેનલોનું ETV નેટવર્ક, ફિલ્મ નિર્માણ કંપની ઉષા કિરણ મૂવીઝની માલિકી ધરાવે છે.

રામોજી રાવને તેલુગુ સિનેમામાં તેમના કાર્યો માટે ચાર ફિલ્મફેર એવોર્ડ, પાંચ નંદી એવોર્ડ અને નેશનલ ફિલ્મ એવોર્ડ મેળવ્યા હતા. ભારત સરકારે 2016માં તેમને પત્રકારત્વ, સાહિત્ય અને શિક્ષણમાં યોગદાન માટે ભારતના બીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બિલ્ટ ઈન્ડિયા મેગેઝિનના એડીટર પ્રહલાદ પ્રજાપતિએ પણ ઈટીવી ગુજરાતીમાંથી કારર્કિદીની શરુઆત કરી હતી.વર્તમાનમાં અમદાવાદમાં બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરનું બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન ચલાવી રહ્યા છે અને અનેક બિઝનેસમેનો સાથે જોડાયેલા છે તેમાં રામોજી રાવના આર્શિવાદ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close