Civil EngineeringGovernmentInfrastructureNEWS

સાવધાન ! 31 જાન્યુઆરી પહેલાં FASTag KYC કરાવો અપડેટ,નહિંતર FASTag થશે બ્લેકલિસ્ટ અથવા રદ્દ:NHAI

કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય અંતર્ગતની નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ ભારતના તમામ ફાસ્ટેગ અનિવાર્ય વાહનચાલકોને અપીલ કરી છે કે, 31 જાન્યુઆરી પહેલાં ફાસ્ટેગની KYC અપટેડ કરાવી લેવી, નહિંતર 31જાન્યુઆરી પછી આપનો ફાસ્ટેગ નંબરને રદ્દ કરવામાં આવશે અથવા તો બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે, પછી ભલે આપના ખાતામાં માન્ય બેલેન્સ હોય તો પગલાં લેવામાં આવશે. 

NHAIના જણાવ્યાનુસાર, સમગ્ર ભારતમાં નવીન અને સુધારેલી ટોલ વસૂલાત પ્રણાલીને વધુ સુવ્યવસ્થિત અને પ્રમાણિત કરવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. NHAI ના એક અધિકારીના જણાવ્યાનુસાર, ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમની કાર્યક્ષમતા વધારવા અને ટોલ પ્લાઝા પર સતત સર્વિસ પૂરી પાડવા માટે નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ એક વાહન, એક ફાસ્ટેગની પહેલ કરી છે, જેનો હેતુ બહુવિધ વાહનો માટે સિંગલ ફાસ્ટેગના ઉપયોગને બંધ કરવો અથવા તો, બહુવિધ ફાસ્ટેગને કોઈ ચોક્કસ વાહન સાથે લિંક કરવો.

કેવી રીતે જાણી શકશો ઓનલાઈન ફાસ્ટેગની સ્થિતિ ?

  1. પહેલાં આપ fastag.ihmcl.comની સાઈટની વિઝિટ કરો.
  2. સાઈટ પર આપનો મોબાઈલ નંબર અને પાસવર્ડની વિગતો નાખો
  3. મોબાઈલ નંબર આપવાની સાથે જ OTP જનરેટ થશે, જે આપના લોગીનમાં એડ્ કરો.
  4. My Profile સિલેક્ટ કરીને KYCની સ્થિતિ જાણો.

કેવી રીતે કરી શકો FASTag KYC અપડેટ ?

  1. fastag.ihmcl.com સાઈટની મુલાકાત કરો.
  2. My Profile સેક્શનમાં જઈને KYC અપડેટ કરો.
  3. અનિવાર્ય વિગતો અને ઓળખપત્ર અને સરનામુંની વિગત નાખો
  4. પાસપોર્ટ સાઈઝનો ફોટો સાઈટ પર સેટ કરો.
  5. કન્ફર્મ બટન દબાવો.
  6. સાત દિવસમાં આપની KYC અપડેટ થશે.

FASTag KYC અપડેટ માટે કયા ડૉક્યુમેન્ટ અનિવાર્ય

આરબીઆઈની ગાઈડલાઈન મુજબ, વાહનનું રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ, ઓળખપત્ર, એડ્રેસ પ્રૂફ(આધાર કાર્ડ, વોટ આઈડી કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાન કાર્ડ અને પાસપોર્ટ સાઈઝનો ફોટો)

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close