NEWS

અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવેનું નિર્માણકાર્ય જૂન-2023માં પૂર્ણ થશે- નિતીન ગડકરી

Ahmedabad-Udaipur NH project to end by June.

કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ લોકસભામાં જણાવ્યું હતું કે, અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે (NH) પ્રોજેક્ટનું નિર્માણકાર્ય જૂન-2023માં પૂર્ણ થશે. છ માર્ગીય NH પ્રોજેક્ટની સ્થિતિ અને પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલા ભંડોળ અંગેના પ્રશ્નના જવાબમાં, નિતીન ગડકરીએ લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, 2088 કરોડના ખર્ચે નિર્માણ પામેલો ઉદયપુરથી શામળાજી સુધીનો હાઈવે 31 મે, 2021ના રોજ પૂર્ણ થયો હતો.

નોંધનીય છે કે, રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે NH પ્રોજેક્ટ ગુજરાતમાં 3,192 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

મંત્રીએ જણાવ્યું હતું કે હાઈવેના ઉદયપુર-નરોડા પંથકમાં 87 પદયાત્રી અંડરપાસ, વાહનોના અંડરપાસ, વાહનોના ઓવરપાસ, પશુ અંડરપાસ અને રોડ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, “શામળાજી-મોટા ચિલોડા વિભાગના છ-માર્ગીકરણનું કામ જૂન 2023 સુધીમાં રૂ. 1,361 કરોડમાં પૂર્ણ થવાનો અંદાજ છે. મોટા ચિલોડા અને નરોડા વચ્ચેનો વિભાગ 30 એપ્રિલ, 2023 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો વિકાસ અને જાળવણી એ સતત પ્રક્રિયા છે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR), ટ્રાફિક વોલ્યૂમ અને સંસાધનોની ઉપલબ્ધતાના આધારે ક્રમિક વર્ષોમાં હાથ ધરવામાં આવનાર પ્રોજેક્ટ્સને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે.

Show More

Related Articles

2 Comments

  1. Pingback: Trustbet
  2. Pingback: phishing links
Back to top button
Close