InfrastructureNEWSUrban Development

મુંબઈ, દિલ્હી અને બેગ્લુરુમાં $1 millionમાં કેટલા ચો. મી. પ્રોપર્ટી ખરીદી શકો ? , પ્રોપર્ટીના ભાવ વધશે- નાઈટ ફ્રેન્ક

How many square meters of property can $1 million buy in Mumbai, Delhi, Bengaluru? Realty prices to go up in 2023- real estate news

ભારતના ત્રણ મેટ્રોપોલિટન શહેરો મુંબઈ, દિલ્હી અને બેગ્લુરુ પ્રાઈમ પ્રોપર્ટી માર્કેટમાં 2022માં ભાવમાં સૌથી વધારે જોવા મળ્યો છે. આ ત્રણેય શહેરો નાઈટ ફ્રેન્કના પ્રાઈમ ઈન્ટરનેશનલ રેસિડેન્શિયલ ઈન્ડેક્સ-100માં ઉચ્ચે સ્થાન પર પહોચ્યા છે. માહિતી અનુસાર, 1 મિલિયન ડૉલરમાં મુંબઈમાં 113 ચોરસ મીટર રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદી શકાય છે.

નાઈટ ફ્રેન્કના અહેવાલ મુજબ, અમેરિકન ડૉલરના સંદર્ભમાં મુંબઈ વિશ્વનું 18મું સૌથી મોંઘું પ્રાઈમ રેસિડેન્શિયલ માર્કેટ છે. શહેરના પ્રાઈમ પ્રોપર્ટી માર્કેટે 6.4 ટકાની કિંમતમાં વૃદ્ધિ નોંધાવી છે, જે 2021માં 92મા સ્થાનની તુલનામાં 2022માં નાઈટ ફ્રેન્કના અહેવાલમાં વિશ્વના 100 સૌથી મોંઘા શહેરોમાં 37મું સ્થાન હાંસલ કર્યું છે.

નોંધનીય છે કે, રિયલ એસ્ટેટની ઈન્ટરનેશનલ નોલેજ એન્જસી નાઈટ ફ્રેન્કએ તાજેતરમાં ઈન્ટરનેશનલ રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં સૌથી મોંઘા શહેરો ક્યા છે, તે વિષય પર એક અહેવાલ રજૂ કર્યો છે. જેમાં ભારતના ત્રણેય શહેરો મુંબઈ, દિલ્હી અને બેગ્લુરુનો સમાવેશ થાય છે. અહેવાલના જણાવ્યાનુસાર, આવનારા સમયમાં પ્રોપર્ટીના રેટમાં વધારો થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close