NEWS

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ, નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે નાણાં બજેટ

Budget session of Gujarat assembly begins today, Finance Minister Kanubhai Desai will present the budget.

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થશે. આજે ભુપેન્દ્ર પટેલની સરકારનું નાણાં બજેટ રજૂ થશે. ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ આજે સવારે વિધાનસભા ગૃહમાં નાણાં બજેટ રજૂ કરશે. ગત વર્ષ 2.43 લાખ કરોડ રુપિયાનું બજેટ રજૂ કર્યું હતું અને આ વર્ષે એટલે કે, 2023-24 ના બજેટમાં 20 ટકા જેટલો વધારો થાય તેવી સંભાવના રહેલી છે. એટલે અંદાજિત 2.90 લાખ કરોડનું બજેટ રજૂ થાય તેવી શક્યતા રહેલી છે.

આગામી 15 મી એપ્રિલથી જંત્રીના નવા દરો લાગુ પડનાર હોવાથી આગામી નાણાકીય વર્ષમાં સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં પણ માતબાર વધારો થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ સહિત અનેક યોજના અને જોગવાઈ કરવામાં આવશે તેવી સંભાવના રહેલી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close