સાવધાન ! બેંગલુરુમાં મેટ્રોરેલની અંડર કન્સ્ટ્રક્શન સાઈટ પર રેઈનફોર્સમેન્ટનો થાંભલો નમી જતાં, બેનાં મોત
Mother, son dead in accident at Namma Metro construction site in Bengaluru.
કર્ણાટકના બેંગલુરુમાં એચબીઆર લેઆઉટ ખાતે બ્લૂ લાઈન માટે રેઈનફોર્સમેન્ટનો થાંભલો તૂટી પડતાં માતા અને પુત્રનું મોત થયું છે. પિલ્લર ભરવા માટે લોખંડના ટીએમટી બારનો પાંજરુ તૈયારને ઉભું કર્યુ હતું તે અચાનક તૂટી પડતાં 28 વર્ષીય મહિલા અને તેનો અઢી વર્ષના પુત્રનું મૃત્યુ થયું હતું અને ચાર સભ્યોના પરિવારના અન્ય બે લોકો ઘાયલ થયા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક મજબૂતીકરણ પાંજરાનો ઉપયોગ થાંભલા નં. 218 (KR પુરમ-હેબ્બલ-કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ) સ્કૂટર પર પડતાં, સ્કૂટર પર સવાર ચાર જણનો પરિવારમાંથી બેનાં મોત થયા છે.
અહીં હાલ તો, વિપક્ષ અને શાસક પક્ષ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે પરંતુ, કોઈ એવું વિચારતું નથી કે, હવે ફરથી આ પ્રકારની ઘટના ના બને તે માટે કંઈ કરવું જોઈએ. આ પ્રકારની ઘટનાથી દેશભરમાં ચાલતા મેટ્રોરેલ, રોડ, ફ્લાય ઓવર બ્રિજ સહિત અનેક કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ ચાલતાં હોઈ તે તમામ પર ધ્યાન કેન્દ્રિત કરીને કોઈપણ મજૂરો કે અન્ય નાગરિકોને નુકસાન ના થાય તે માટે સેફટી રાખવી જરુરી છે. જેથી સવાધાન દરેક સાઈટ પર સેફટી વધારો જેથી અકસ્માતની ઘટનાને ટાળી શકાય.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
8 Comments