મેટ્રો રેલના એમડી અને પદ્મશ્રી એસ.એસ. રાઠૌરની મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિમણૂંક, માર્ગ-મકાન સહિત અનેક મહત્વના વિભાગો અંગે આપશે સલાહ
Metro Rail's MD and Padmashri S.S. Rathore appointments as Chief Minister's advisor will advise on several important departments including road and building.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે એસ.એસ. રાઠૌરની નિયુક્તિ કરવામાં આવી છે. રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર તરીકે માર્ગ-મકાન, નાગરિક ઉડ્ડયન, મેટ્રો રેલ પ્રોજેક્ટ અને રેલ્વેઝ, જળસંપત્તિ, નર્મદા અને કલ્પસર વિષયોમાં પોલિસી સંબંધિત મોનિટરીંગ અને પોલિસી સંદર્ભના કામકાજ માટે સલાહકારની ફરજ નિભાવશે.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવે તે ક્ષેત્રો માટે પણ રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર રહેશે. એસ.એસ. રાઠૌરનો કાર્યકાળ મુખ્યમંત્રીના કાર્યકાળ સુધી અથવા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી, આ બે માંથી જે વ્હેલું હોય ત્યાં સુધીનો રહેશે. મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિયુકત થતાં એસ.એસ. રાઠૌરને જરૂરી સ્ટાફ-કર્મચારી ગણ તેમજ અન્ય સુવિધાઓ રાજ્ય સરકાર પૂરી પાડશે. અહીં નજર એસ.એસ. રાઠૌરના કાર્યકાળ પર.
•સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠૌર ગુજરાત ઈજનેરી સેવાના અધિકારી છે, તેઓએ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમજ જળસંપત્તિ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી વર્ષ ૨૦૧૪માં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા છે.
•વર્ષ ૨૦૧૮માં આંતરમાળખાકીય વિકાસના યોગદાન માટે ભારતના નાગરિક સન્માન “પદ્મશ્રી” થી શ્રી રાઠૌરને સન્માનિત કરવામાં આવ્યા છે.
•તેમણે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ ના ચેરમેન અને મેનેજીંગ ડીરેક્ટર તરીકે પાંચ વર્ષ સેવા આપી છે.
•ગુજરાતના મુખ્ય રાજમાર્ગોને વિકસાવવાનો શ્રેય તેમને જાય છે. તેમણે બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર (BOT) રોડ ડેવલપમેન્ટ મોડલ રજૂ કર્યું, ભારતમાં આ પ્રકારનું સૌ પ્રથમ મોડેલ છે. ગુજરાતના ” હાઇવે અને કેનાલ મેન ” તરીકે પણ શ્રી રાઠૌર પ્રખ્યાત છે.
•તેઓ ઈન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયર્સ, ઈન્ડિયા અને ઈન્ડિયન રોડ કૉંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે અને વર્લ્ડ ફેડરેશન ઑફ એન્જિનિયરિંગ ઑર્ગેનાઈઝેશનના વાઇસ-પ્રેસિડેન્ટ છે.
•(જુલાઇ ૨૦૧૯થી) તેઓ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિ. ના મેનેજિંગ ડિરેક્ટર સેવા આપી રહ્યા છે અને મેટ્રો ફેઝ-૧નું કામ તેમના માર્ગદર્શનમાં પૂર્ણ કરાયું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા,
12 Comments