NEWS

જાસપુર 60 મીટર રોડની બન્ને બાજું પ્રાઈમ એગ્રીકલ્ચર ઝોનને R-1 ઝોન કરતું, ઔડાની બેઠકમાં લેવાયો નિર્ણય

Jaspur zoning prime agriculture zone on both sides of 60 meter road R-1, decision taken in Auda meeting

ગુરુવારે મળેલી અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ(ઔડા)ની બોર્ડ મીટિંગમાં જાસપુર-કલોલના 60 મીટર ડીપી રોડની બન્ને બાજુ 200 હેક્ટર જમીનને પ્રાઈમ એગ્રીકલ્ચર ઝોનમાંથી રેસિડેન્સીયલ-1 ઝોન કરવાના કામને મંજુરી આપવામાં આવી હતી. આ સિવાય ટીપી સ્કીમોમાં ટીપીઓએ કરેલા ફેરફારને પણ મંજુર કરવામાં આવ્યા હતા.

ઔડાના અધ્યક્ષ લોચન સેહરાના અધ્યક્ષસ્થાને મળેલી બોર્ડ બેઠકમાં ધાનજ- બોરીસણા- પલસાણા- સઈજથી જાસપુર- ખોડિયાર સુધીના 60 મીટર ટીપી રોડની બન્ને બાજુ સમાંતર પ્રાઇમ એગ્રીકલ્ચર ઝોન છે. જેમાં ફેરફાર કરીને આ વિસ્તારને રેસિડેન્સીયલ-1 ઝોનમાં તબદિલ કરવાના કામને મંજુર કરવામાં આવ્યું હતું. અંદાજે સાડા ત્રણ કિ.મી. લંબાઇના આ રોડની બન્ને બાજુની અંદાજિત 200 હેક્ટર જમીનને આ ઝોનફેરનો લાભ મળશે. આ ઉપરાંત ઔડાની ઓનલાઇન સુવિધા માટેના બિઝનેસ પ્રોસેસ રીએન્જીનીયરિંગ(બીપીઆર) દ્રારા ઔડાને ટ્રાન્ફોર્મેશન સપોર્ટ માટે કન્સલટન્ટ નિમવા માટે નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત ઔડામાં સમાવિષ્ટ નાંદોલી ગામનો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં સમાવેશ કરવા માટે મંજુરી આપવામાં આવી હતી. જ્યારે ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં.11 સાણંદ, ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં.129 અસલાલી જેતલપુર, અને ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં.403/અ સનાથલ વિસલપુરમાં ટીપીઓ દ્વારા ફેરફાર કરાયા બાદ પરામર્શ માટે ઔડામાં આ ટીપી સ્કીમો આવી હોવાથી આ પરામર્શને મંજુર કરાયો હતો.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close