NEWS
લેબરના બાળકો માટે કામ કરી રહેલા બિલ્ટ ઈન્ડિયાના અર્પિતા ફાઉન્ડેશને સ્વેટર વિતરણ કર્યું

આજ રોજ બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન અંતર્ગતનું અર્પિતા ફાઉન્ડેશન દ્વારા કન્સ્ટ્રક્શન લેબરના બાળકો, ભાઈઓ અને મહિલાઓ માટે સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, અર્પિતા ફાઉન્ડેશન કન્સ્ટ્રક્શન સેક્ટર પર સેવાકીય ઉમદા કામો કરવામાં આવે છે.

જે અંતર્ગત લેબરના બાળકોને શિક્ષણ આપવું,તબીબ તપાસ કરાવવી, રમતો રમાડીને કેવળવવા અને જરુરિયાત પૂરતી ચીજ વસ્તુઓનું વિતરણ સમયે સમયે કરે છે. જેના ભાગરુપે, અનંતા પ્રોકોન નામની કન્સ્ટ્રક્શન કંપની દ્વારા મળેલા સ્વેટરનું વિતરણ અર્પિતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



