ArchitectsConstructionInfrastructureNEWS

GICEA દ્વારા PSP Projectsએ નિર્માણ કરેલા 24,000+m³ Concrete Raft પર યોજાયો સેમિનાર, પીએસ પટેલે આપ્યું સચોટ-ધારદાર વકત્વ્ય.

ગુજરાતના આર્કિટેક્ટસ્ અને સિવીલ એન્જીયનીર્સની પ્રતિષ્ઠિત સંસ્થા GICEA દ્વારા ICI અને અંબુજા સિમેન્ટના સહયોગથી દેશની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટસ્ લિમિટેડ દ્વારા સ્થાપિત કરેલા વિશ્વ ઉમિયાધામ મંદિરના રિલિઝિયસ કોંક્રિટ રાફ્ટ અંગે એક સેમિનારનું આયોજન કરાવ્યું હતું. જેમાં પીએસપી પ્રોજેક્ટસ્ લિમિટેડના સીએમડી પી.એસ. પટેલે Engineering Excellence Behind the World’s Tallest Temple – 24,000+ m³ Raft Casting પર અદ્દભૂત અને સચોટ-ધારદાર લેક્ચર આપ્યું હતું. પી.એસ. પટેલે, 24,000+ m³ Raft Casting રાફ્ટ કેવી રીતે ભરાયો અને તેનું પ્લાનિંગ, ટાઈમ ફ્રેમ, લોજિસ્ટિકસ્ અને કોંક્રિટનું મેનેજમેન્ટ અંગે વાતો કરી હતી.

તેમણે,કહ્યું હતું કે, આ કામ માટે અમારી કંપની દ્વારા 3 મહિનાથી વધારે સમયથી આયોજન કરવામાં આવ્યું હતું, અને દરરોજ આ પ્રોજેક્ટ માટે ચર્ચા વિચારણા કરવામાં આવતી હતી. તેમ જ લોજિસ્ટિક્સ, તાપમાન નિયંત્રણ અને અવિરત કોંક્રિટ પ્રવાહ માટે મજબૂત વ્યૂહરચનાઓ ઘડીને કોઈ સમસ્યા વગર માત્ર 54 કલાકમાં 24000 ક્યૂબિક મીટર કોંક્રિટના રાફ્ટનું નિર્માણ કરીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. જો કે, આ કામને પૂર્ણ કરવાનું લક્ષ્યાંક 72 કલાકનો હતો પરંતુ, પીએસપી ટીમનો અદ્દભૂત સમન્વય, સંવાદિતા અને ઐક્યથી આ વિરલ કાર્ય પૂર્ણ કરીને ગુજરાત સહિત દેશનું નામ સર્વોચ્ચ કરવાનો એક પ્રયાસ કર્યો છે.

આ સેમિનાર મોટીસંખ્યામાં સિવીલ એન્જીનીયર્સ, આર્કિટેક્ટ અને કન્સ્ટ્રક્શન સેક્ટર સાથે જોડાયેલા 225+ વ્યાવસાયિકો હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 17 સપ્ટેમ્બર-2025ના રોજ ગુજરાત સહિત દેશની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટ લિમિટેડે, વિશ્વભરમાં ધાર્મિક સંસ્થા માટે વિશ્વનો સૌથી રિલિઝિયસ કોક્રિટ રાફ્ટ નિર્માણ કરવામાં વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરીને, બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પીએસપી પ્રોજેક્ટસ્ લિમિટેડે પોતાનું નામ અંકિત કરાવ્યું હતું. આ વિશ્વ રેકોર્ડમાં ભારત સહિત વિશ્વના મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીઓ અદાણી સિમેન્ટ અને વિશ્વ ઉમિયાધામ સંસ્થાનો પણ સહયોગ હતો. આ ઉપરાંત, કોંક્રિટ રાફ્ટ નિર્માણ કરવામાં સ્થાનિક આર્કિટેક્ટ કન્સલ્ટન્ટ તરીકે Neha Consultant અને સ્ટ્રક્ચરલ એન્જીનીયરીંગ કંપની તરીકે SETU infrastructure નો ફાળો રહ્યો હતો.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close