InfrastructureNEWS
ન્યૂ સાયન્સ સિટી રોડથી સાણંદ જવા એસપી રીંગ રોડ પર ફ્લાયઓવર નિર્માણ કરવાની સ્થળ તપાસ

ગોતા બ્રિજથી શરુ થતો ન્યૂ સાયન્સ સિટી રોડ, એસ. પી. રીંગ રોડને મળે છે. ત્યારે, હાલ આ રોડ પરથી મોટીસંખ્યામાં વાહનો અવર-જવર કરે છે. ન્યૂ સાયન્સ સિટી રોડ વટાવીને સાણંદ તરફ જવા એસપી રીંગ રોડ પર ફ્લાયઓવર નિર્માણ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. જેના પગલે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જીનીયરો, ઔડા અને આર એન્ડ બીના એન્જીનીયરોએ બ્રિજ ક્યાં બનાવી શકાય તે માટે સ્થળ તપાસ કરી હતી. જો કે, હાલ એસપી રીંગ રોડ પર 40 પોઈન્ટ એવા છે કે જ્યાં બ્રિજ બનાવી શકાય.

જો ન્યૂ સાયન્સ સિટીને જોડતો ફ્લાયઓવર બ્રિજ નિર્માણ થાય તો, અંદાજે 50 હજાર વાહનચાલકોને ટ્રાફિકજામ સમસ્યામાંથી મુક્તિ મળે. સાથે જ એસપી રીંગ પરનો ટ્રાફિક પણ હળવો થાય.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



