SCC ઈન્ફ્રાસ્ટ્રક્ચરે મેંગલોરમાં 15,000 MT ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ માટે SECI હરાજી જીતી

SCC ઈન્ફ્રાસ્ટ્રક્ચરે ફરી એકવાર 15,000 MT ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ માટે SECI બોલી જીતી છે. SCC એ આ હરાજી જીતીને પોતાની કંપનીની કાર્ય પદ્ધતિ, કાર્ય ગુણવત્તા અને વિશ્વાનીયતા સાબિત કરી છે. આ હરાજી માટે પ્રારંભિક કિંમત અને અનામત કિંમત બંને 60.90 ભારતીય રૂપિયા પ્રતિ કિલોગ્રામ નક્કી કરવામાં આવી હતી. જોકે, સ્પર્ધાત્મક બોલી લગાવીને, SCC ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ પ્રતિ કિલોગ્રામ ₹57.65 ની કિંમત આપીને સફળ બોલી લગાવનાર તરીકે ઉભરી આવી છે. આ રીતે, આ બોલી લગાવીને, SCC કંપનીએ ટોચનો ક્રમ મેળવ્યો અને પ્રોજેક્ટ મેળવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SECI) અંતર્ગત આવેલા પ્રોજેક્ટ-VIII માટે ઈ-રિવર્સ ઓક્શન (e-RA) પૂર્ણ થતાં ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રાપ્ત થયું છે. મેંગલોરમાં મેંગલોર કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ લિમિટેડ માટે આયોજિત આ હરાજી, સાઈટ સ્કીમ, મોડ-2A-ટ્રેન્ચ-I નો ભાગ છે, જેનો હેતુ ગ્રીન એમોનિયાના મોટાપાયે ઉત્પાદન અને પુરવઠાને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રોજેક્ટ માટે પસંદગી માટેની વિનંતી (RfS) સૌપ્રથમ 7 જૂન, 2024 ના રોજ જારી કરવામાં આવી હતી, અને હરાજી 28 ઓગસ્ટ, 2025 ના રોજ પૂર્ણ થઈ હતી.
આ પ્રોજેક્ટમાં 15,000 મેટ્રિક ટન ગ્રીન એમોનિયાનું ઉત્પાદન અને પુરવઠોનો સમાવેશ થાય છે, જે ઉદ્યોગો અને ખાતરો માટે મહત્વપૂર્ણ ઈનપુટ પુરુ પાડે છે, અને ભારતમાં રાસાયણિક ઉત્પાદનને ડીકાર્બોનાઇઝ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.