GovernmentInfrastructureNEWSPROJECTS

11 ઓવરબ્રિજ, 5 ફૂટ ઓવરબ્રિજ, 4 અંડરપાસ સાથે, સરદાર પટેલ રીંગ રોડ બની રહ્યો છે 6 લેન

ગઈકાલે, વડાપ્રધાન મોદીએ, અમદાવાદમાં AUDA હેઠળ ,૭૯૯ કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. જેમાં છ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને ૧૧ રાજ્ય ધોરીમાર્ગોને છ લેન રોડમાં જોડતા ચાર-લેન સરદાર પટેલ રિંગ રોડના વિસ્તરણ માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

અપગ્રેડેડ રિંગ રોડમાં ૧૧ નવા ઓવરબ્રિજ, ૪ અંડરપાસ, ૨ નદી પુલ, ૫ ફૂટ ઓવરબ્રિજ અને ફૂટપાથ સાથે, સરદાર પટેલ રીંગ રોડને 6 લેન કરવામાં આવી રહ્યો છે. આ રીંગ રોડને 6 લેન કરવાથી, શહેરનો ટ્રાફિકજામ ઘટશે અને સુચારુ બનશે. બંને બાજુ, પાણી ભરાવાથી બચવા, નજીકના ૭૫ તળાવો અને કુદરતી પ્રવાહોમાંથી ડ્રેનેજની વ્યવસ્થા કરવામાં આવશે. આ પ્રોજેક્ટ HAM મોડેલ પર અમલમાં મૂકવામાં આવશે, જે આગામી ૧૫ વર્ષ સુધી તેની જાળવણી, સલામતી અને સમારકામ સુનિશ્ચિત કરશે. રિંગ રોડ, જે હાલ દરરોજ લગભગ એક લાખ વાહનોનું સંચાલન કરે છે અને 6 રાષ્ટ્રીય અને ૧૧ રાજ્ય ધોરીમાર્ગોનો મહત્વપૂર્ણ કનેક્ટ કરે છે.

ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલ રિંગ રોડ સૌ પ્રથમ તબક્કાવાર બનાવવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કો 2002 માં શરૂ થયો હતો અને 2006 માં પૂર્ણ થયો હતો. જેમાં 76 કિમીના પટમાં બે લેન અને મુખ્ય માળખા માટે ચાર લેનનો સમાવેશ થતો હતો. બીજા તબક્કામાં, 2005 અને 2007 ની વચ્ચે, હાલના રસ્તાને ચાર લેનમાં વિસ્તૃત કરવામાં આવ્યો હતો. હવે, ત્રીજા તબક્કા હેઠળ, 60 મીટર પહોળા, 76 કિમી લાંબા રિંગ રોડને છ લેનમાં અપગ્રેડ કરવામાં આવશે, જે અમદાવાદને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથે કનેક્ટિવિટી મજબૂત બનાવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close