ગુજરાતનું ગૌરવ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વચ્યૂઅલ હાજરી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં, ગણેશ હાઉસિંગના MD શેખર પટેલ, આવતીકાલે બનશે CREDAI National President.

રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરના કન્વેશનલ હોલમાં, ગણેશ હાઉસિંગના MD શેખર પટેલ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિત શાહની વચ્યૂઅલી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં CREDAI National President બનશે. આ રીતે સમગ્ર ગુજરાતની રિયલ એસ્ટેટ લોબી માટે એક ગૌરવનો પ્રસંગ છે સાથે જ ગુજરાતભરનો પણ ગૌરવ સમો પ્રસંગ છે. નોંધનીય છે કે, શેખર પટેલ, ક્રેડાઈ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ ઈલેક્ટ, ક્રેડાઈ ગુજરાતના પૂર્વ ચેરમેન અને અમદાવાદના નામાંકિત ગણેશ હાઉસિંગ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર છે.

ક્રેડાઈ ઈન્ડિયાની પરંપરા મુજબ, ક્રેડાઈ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ ઈલેક્ટ, ક્રેડાઈ ઈન્ડિયાના નેશનલ પ્રેસિડેન્ટ બને છે અને વર્તમાન ક્રેડાઈ ઈન્ડિયા પ્રેસિડેન્ટ બોમન રુસ્તમ ઈરાની, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ચેન્જ ઓફ ગાર્ડ આપીને, નવા પ્રેસિડેન્ટની વરણી કરશે. આ સાથે શેખર પટેલ વર્ષ 2025-2027 માટે ક્રેડાઈ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ તરીકે રહેશે.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનાર ક્રેડાઈ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ ચાર્જ ઓફ ગાર્ડના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, કેબિનેટ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત, ક્રેડાઈ ઈન્ડિયાના નેશનલ પદાધિકારીઓ, દેશભરમાં 150 થી વધારે રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને ગુજરાત ક્રેડાઈના તમામ સભ્યો ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે, શેખર પટેલે અત્યાર સુધીમાં અનેક હોદ્દા સંભાળ્યા છે. જેના વર્ષ અનુક્રમાંકે જોઈએ તો, વર્ષ 2007થી 2009માં ક્રેડાઈ અમદાવાદ ગાહેડના પ્રેસિડેન્ટ, ત્યારબાદ 2017 થી 2019 સુધી ક્રેડાઈ ગુજરાત ચેરમેન અને ક્રેડાઈ નેશનલ ટ્રેઝરર, ક્રેડાઈ ઈન્ડિયા વાઈસ પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે અને હવે ક્રેડાઈ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ બનવા જઈ રહ્યા છે.
અહીં ગુજરાતની ગૌરવ વાત એ છે કે, ક્રેડાઈ ઈન્ડિયાને બીજા નેશનલ પ્રેસિડેન્ટ મળવા જઈ રહ્યા છે. પહેલાં સેવી સ્વરાજ ગ્રુપના એમડી જક્ષય શાહ હતા. તેઓ વર્ષ 2017થી 2019 દરમિયાન દેશના રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીઝનું નેતૃત્વ કરતી સંસ્થા ક્રેડાઈ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ હતા. ત્યારબાદ, તેઓ વર્ષ 2019 થી 2021 સુધી ક્રેડાઈ નેશનલ ચેરમેન પણ રહ્યા અને હાલ તેઓ ભારત સરકારના અંતર્ગત આવતા ક્વૉલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરપર્સન તરીકે કાર્યરત છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.