ચાવડા ઈન્ફ્રા.લિ.ની પહેલ, હાઈરાઈઝ બિલ્ડિંગમાં રાજ્યમાં પ્રથમ અપનાવી સ્ક્રિનિંગ પ્રોટેક્શન સિસ્ટમ.
અમદાવાદ શહેરમાં હાલ હાઈરાઈઝ આઈકોનિક બિલ્ડિંગો નિર્માણ પામી રહી છે. તેની સાથે સાથે કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી અને સેફ્ટીનું મહત્વ વધતું ગયું છે. પરિણામે, દરે કન્સ્ટ્રક્શન કંપનીઓ અને રિયલ એસ્ટેટ ડેવલપર્સે મજૂરોની સેફ્ટી સાથે કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી અપનાવતો થયો છે. ત્યારે અમદાવાદની જાણીતી ચાવડા ઈન્ફ્રા. લિમિટેડ હાલ અમદાવાદમાં કેટલાક હાઈરાઈઝ બિલ્ડિંગો નિર્માણ પામી રહી છે. જેમાં શિલજ નજીક આવેલા બેવર્લી ગ્રુપના ધ 31 રેસિડેન્શિયલ પ્રોજેક્ટ પર મજૂરોની સેફ્ટી માટે ચાવડા ઈન્ફ્રા. લિમિટડે, સ્ક્રીનિંગ પ્રોટેક્શન વોલ બનાવી છે. જેથી, કન્સ્ટ્રક્શન દરમિયાન મજૂરોને સરળતા રહે અને અકસ્માત સંપૂર્ણ ટાળી શકાય છે તેમજ કન્સ્ટ્રક્શન ઝડપી અને સમયનો બચાવ થાય છે. પરંપરાગત સલામતી વ્યવસ્થામાં બિલ્ડિંગના બાહ્ય ભાગમાં કામ કરવામાં સમય વધુ લાગે છે અને મજૂરોને કામ કરતાં પણ સતત ભય લાગતો રહે છે. તો, સ્ક્રિનિંગ પ્રોટેક્શન સિસ્ટમમાં મજૂરોના અકસ્માત થવાનો ભય રહેતો નથી અને કામ ઝડપી અને સમયમર્યાદામાં થાય છે.
ચાવડા ઈન્ફ્રા. લિમિટેડના એમડી જિત ચાવડાના જણાવ્યાનુસાર, ગુજરાતભરમાં પહેલી વાર અમારી કંપનીએ આ પ્રકારની કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મજૂરોની સલામતી માટે સ્ક્રિનિંગ પ્રોટેક્શન વોલ સિસ્ટમ બનાવી છે. હાલ અમે શિલજ વિસ્તારમાં બેવર્લી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ નિર્માણ કરી રહ્યા છે, જેમાં સ્ક્રિનિંગ પ્રોટેક્શન વોલ ઈન્સ્ટોલ કરી છે. જેનો અંદાજે ખર્ચે 1.5 થી 2 કરોડ છે. એટલે અંદાજે પ્રતિ ચોરસ ફૂટે, 4000-5000 છે. આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરીને અમે મજૂરોની સલામતી અને કન્સ્ટ્રક્શન કામ ઝડપી થાય અને સમયમર્યાદા પૂર્ણ તેવા હેતુસર કરી છે. આ સાથે અમારી સાઈટ પર ઝીરો એક્સિડેન્શિયલ બની છે. વધુમાં જિત ચાવડાએ જણાવ્યું છે કે, અમદાવાદમાં જ્યારે હાઈરાઈઝ બિલ્ડિંગો નિર્માણ પામી રહી છે ત્યારે આ પ્રકારની સેફ્ટી ખૂબ જ જરુરી છે.આ પહેલને ગુજરાતના અન્ય કન્સ્ટ્રક્શન કંપનીઓ અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ અપનાવે તો,કન્સ્ટ્રક્શન સાઈટ પર અકસ્માત થતા બચી શકે અને સમયમર્યાદામાં કામ પૂર્ણ થાય.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર સહિત ગુજરાતના મોટા શહેરોમાં હાઈરાઈઝ આઈકોનિક બિલ્ડિંગ પોલીસી અંતર્ગત હાલ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં અંદાજે 15 થી વધારે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ નિર્માણ પામી રહ્યા છે. જેમાં સાયન્સ સિટીમાં હરિકેશ-હાર્મોની, રાજપથ ક્લબની પાછલ ટાઈમ્સ સ્કેવરનું રેસિડેન્શિયલ બિલ્ડિંગ, ગોયલ ગ્રુપનું એસજી હાઈવે પર, ટ્રોગોન ગ્રુપનું વૈષ્ણોદેવી સર્કલ પર ટ્રોગોન ટવીન ટાવર્સ અને એસજી હાઈવે પર અન્ય ત્રણ આઈકોનિક ટાવરો નિર્માણ પામી રહ્યા છે. જ્યારે આવા આઈકોનિક બિલ્ડિંગો નિર્માણ પામી રહ્યા છે ત્યારે તેમાં આ પ્રકારની સિસ્ટમ લગાવીને મજૂરોની સલામતી વધારી શકાય છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.