2026માં બુલેટ ટ્રેનમાં કરી શકશો મુસાફરી, 2 કલાકમાં જ અમદાવાદથી મુંબઈ પહોંચી શકશો.
આગામી દિવસોમાં અમદાવાદીઓ સહિત તમામ ગુજરાતીઓ અમદાવાદથી મુંબઈ માત્ર 2 કલાકમાં જ મુસાફરી કરી શકશો. અમદાવાદથી મુંબઈ વચ્ચે નિર્માણ પામી રહેલી દેશની પ્રથમ બુલેટ ટ્રેનના ટ્રેકનું નિર્માણકાર્ય પૂર્ણતાને આરે છે અને 2026માં દેશનો દરેક નાગરિક બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની કુમારે પોતાના ઓફિસિયલ એક્સ એકાઉન્ડ એક વિડીયો જાહેર કરતાં જણાવ્યું છે કે, 295 કિલોમીટર પિયર અને 153 કિલોમીટર વાયાડક્ટનું નિર્માણકાર્ય પુરુ થઈ ગયું છે.
મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે દેશમાં પ્રથમવાર સ્પેશિયલ ટ્રેક સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. જે ગિટ્ટી રહિત(Ballastless Track) છે. કે જે,, જે-સ્લેબ બેલેસ્ટલેસ ટ્રેક સિસ્ટમ છે. આ ટ્રેક મુખ્યત્વ ચાર ભાગમાં વિભાજિત છે. જેમાં 1-આરસી ટ્રેક બેડ, 2- સિમેન્ટ મોર્ટાર, 3- પ્રિકાસ્ટ ટ્રેક સ્લેબ અને 4- રેલ વિદ ફાસ્ટનર્સનો સમાવેશ થાય છે. પ્રિકાસ્ટ આરસી સ્લેબનું નિર્માણ દેશના બે શહેરોમાં થાય છે, એક ગુજરાતના આણંદમાં બીજા કીમમાં થાય છે. હાલમાં અંદાજે 35 હજાર મેટ્રિક ટન રેલ્વે માટે સ્લેબ બની ગયા છે. આમ ટ્રેક નિર્માણકાર્ય પૂરજોસમાં ચાલી રહ્યું છે.
નોંધનીય છે કે, હાઈસ્પીડ બુલેટ ટ્રેનને તેજ ગતિથી આવતા પવનો તથા તોફાનોમાં નુકસાન થાય તે માટે ખાસ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. કુલ 508 કિલોમીટરની લંબાઈ ધરાવતા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ટ્રેકમાં કુલ 14 સ્થળો પર હવાની ગતિ માપવા માટે એનીમોમીટર લગાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય હાઈસ્પીડ રેલ્વે નિગમે જણાવ્યું છે કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર દેશના પશ્વિમી ભાગમાં તટીય વિસ્તારોમાંથી પ્રસાર થઈ રહ્યો છે, જ્યાં તેજ પવનો અને તોફાનોની શક્યતા છે. આવી સ્થિતિમાં તેજ ગતિથી આવતા પવનોનું નિરીક્ષણ કરવા વાયડક્ટ પર એનીમોમીટર લગાવવા માટે 14 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે,જેમાં ગુજરાતના 9 સ્થળો અને મહારાષ્ટ્રના 5 સ્થળોનો સમાવેશ થાય છે.આ એનીમોમીટર મશીન દ્વારા પવનની ગતિનું નિરીક્ષણ કરીને, માહિતી સાથે સજ્જ કરશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.